‘PM મોદી તમામ બાબતોને અંગત લે છે’ ભારત-માલદીવ વિવાદ અંગે ખડગેનું નિવેદન
ખડગેનો આક્ષેપ, ‘મોદી ઈમોશનલ ફોબિયા ક્રિએટ કરે છે’
India Maldives Relations : માલદીવે ભારત સાથે વિવાદ સર્જવાનો મુદ્દો હાલ જોરશોરથી ચાલી રહ્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કટાક્ષ કરતા કહ્યું કે, ‘પીએમ મોદી તમામ બાબતોને વ્યક્તિગત લઈ રહ્યા છે. આપણે આપણા પડોશીઓ સાથે સારા સંબંધો રાખવા જોઈએ. આપણે સમય અનુસાર કામ કરવું જોઈએ. મોદી ઈમોશનલ ફોબિયા ક્રિએટ કરે છે.’
માલદીવના મંત્રીઓએ સર્જ્યો વિવાદ
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ (PM Modi Lakshadweep Visit)ની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના દરીયાકાંઠાની તસવીરો શેર કરી લોકોએ વિદેશના બદલે દેશમાં જ ફરવાની અપીલ કરી હતી, જેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ માલદીવ માટે ઝટકો ગણાવ્યો હતો. ત્યારબાદ માલદીવના યુવા મંત્રાલયમાં નાયબ મંત્રીઓ માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહઝૂમ મજીદે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
માલદીવના ત્રણેય મંત્રી શું બોલ્યા હતા ?
વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાત અંગે માલદીવના ત્રણેય મંત્રીએ ટિપ્પણી કરી આક્ષેપ કર્યો હતો કે, આ કેન્દ્ર શાસિત પ્રદેશને માલદીવના વૈકલ્પિદ પર્યટનસ્થળ રૂપે દર્શાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મંત્રીઓની ટિપ્પણી બાદ ભારતના લોકો પણ નારાજ થયા હતા અને સોશિયલ મીડિયા પર #BycottMaldives ટ્રેન શરૂ કરી દીધો હતો. છેવટે સ્થિતિ વધુ વણસતા મોઈજ્જૂ સરકારે ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.