Get The App

'ભારત હંમેશા માલદીવના...', વિદેશ મંત્રી એસ. જયશંકરનું નિવેદન સાંભળીને ચીનને લાગશે ઝટકો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
'ભારત હંમેશા માલદીવના...', વિદેશ મંત્રી એસ. જયશંકરનું નિવેદન સાંભળીને ચીનને લાગશે ઝટકો 1 - image


India Maldives Bilateral Ties: ભારત અને માલદીવના લાંબા સમયના સંબંધની ખટાશ ઓછી થતી નજરે પડી રહી છે. ભારત અને માલદીવે શુક્રવાર(3 જાન્યુઆરી, 2025)ના રોજ બોર્ડર પાર વ્યાપાર માટે સ્થાનિક મુદ્દાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર સહમતિ દર્શાવી છે અને વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, 'ભારત હંમેશા માલદીવની સાથે ઊભું છે.' જયશંકરે દિલ્હીમાં માલદીવના પોતાના સમકક્ષ અબ્દુલ્લા ખલીલની સાથે બેઠકમાં આ ટિપ્પણી કરી છે.

એસ. જયશંકર અને અબ્દુલ્લા ખલીલ વચ્ચે દરિયાઈ સુરક્ષા, વેપાર અને રોકાણ સહિતના કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના રસ્તાઓ પર ચર્ચા થઈ છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે.

એસ. જયશંકરે કહ્યું કે, 'બોર્ડર પાર લેવડ-દેવડ માટે સ્થાનિક મુદ્દાઓના ઉપયોગને પ્રોત્સાહનની રૂપરેખા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની ભાગીદારી વધારી છે અને હું કહેવા માગુ છું કે ભારત હંમેશા માલદીવની સાથે ઊભું રહ્યું છે. તમે અમારી નેબરહુડ(પાડોશી) ફર્સ્ટની નીતિમાં ખૂબ મહત્ત્વ ધરાવો છો.'

આ પણ વાંચો: ભારતમાં થશે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત! રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયર મુદ્દે થશે વાત: રિપોર્ટ

માલદીવે કહ્યું- થેન્ક્યૂ

માલદીવના વિદેશ મંત્રી ડૉ. ખલીલે પોતાના તરફથી ભારત દ્વારા જરૂરિયાતના સમયે માલદીવને આપવામાં આવેલી ઇમરજન્સી નાણાકીય સહાયના વખાણ કર્યા જે માલદીવને પ્રથમ પ્રાથમિકતા આપનાર તરીકે ભારતની ભૂમિકાને દર્શાવે છે. માલદીવે ભારતનો આભાર માન્યો. ભારત-માલદીવ વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષાની ભાગીદારી માટે સંયુક્ત દૃષ્ટિકોણને સાકાર કરવામાં ભારત સરકારની સાથે મળીને કામ કરવા માટે રાષ્ટ્રપતિ ડૉ. મુઇજ્જૂ અને માલદીવ સરકારની દૃઢ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.

આ પણ વાંચો: વિયેતનામ-ફિલિપાઈન્સ બાદ મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઇલનો જથ્થો


Google NewsGoogle News