Get The App

ભારતે અમેરિકા સાથે કરી એવી ડીલ કે ચીનના વધી જશે ધબકારા, જાણો કેટલી જરૂરી છે સેમિકંડક્ટર ચિપ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
ભારતે અમેરિકા સાથે કરી એવી ડીલ કે ચીનના વધી જશે ધબકારા, જાણો કેટલી જરૂરી છે સેમિકંડક્ટર ચિપ 1 - image


PM Modi in USA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં પીએમ મોદીનું  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અમેરિકાના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ ગૂગલ, એનવીડિયા જેવી મોટી ટેક કંપનીઓના સીઈઓ સાથે પણ મુલાકાત કરી હતી. ન્યૂયોર્કમાં ભારતીય - અમેરિકનોને સંબોધિત કરતી વખતે પીએમએ કંઈક એવું કહ્યું જેનાથી ચીનની બેચેની વધી હશે.

ભારત-અમેરિકાની મિત્રતા પર ચીનની ઊંઘ હરામ

અમેરિકા અને ભારતની મિત્રતા પર ચીનને માથાનો દુખાવો વધી ગયો છે. હાલમાં પીએમ મોદીએ જે કહી તેના કારણે ડ્રેગનની અશાંતિમાં વધારો થઈ ગયો છે. હકીકતમાં ન્યૂયોર્કમાં પીએમ મોદીએ કહ્યું કે ' હવે તે દિવસ દૂર નથી, જ્યારે તમે અમેરિકામાં પણ મેડ ઈન ઈન્ડિયા ચિપ્સ જોશો. એટલું જ નહીં, ભારત અને અમેરિકાના સહયોગથી પહેલી રાષ્ટ્રીય સુરક્ષા 'સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ' બનાવવા માટે એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ચિપ પ્લાન્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ પહેલીવાર છે, જ્યારે યુએસ આર્મી ઉચ્ચ ટેકનોલોજી માટે ભારત સાથે ભાગીદારી કરી રહી છે.

સેમિકન્ડક્ટરમાં ચીનની દાદાગીરને પડકાર

સેમિકન્ડક્ટર એ કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનું હૃદય છે. ચીપ મેકિંગમાં ચીન અને તાઈવાન જેવા દેશોનો દબદબો છે. ચીન પોતાના વર્ચસ્વનો ભરપૂર લાભ ઉઠાવે છે. કોવિડ દરમિયાન, સમગ્ર વિશ્વને સેમિકન્ડક્ટર્સની આ અછતનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકા ચીનની આ દાદાગીરીનો અંત લાવવા માંગે છે અને તેથી ભારતના સેમિકન્ડક્ટર મિશનને પણ સમર્થન આપવામાં આવ્યું છે. ચીન સેમિકન્ડક્ટરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. સમગ્ર વિશ્વમાં ચિપનો કારોબાર કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે, કે 2025 સુધીમાં ભારત 10 બિલિયન ડોલર, અમેરિકા 208 અને ચીન 1.4 ટ્રિલિયન ડોલર ખર્ચ કરશે. આ ક્ષેત્રે ભારતના પ્રવેશ થવાથી ચીનને પડકાર મળવાનું નક્કી છે. 

ભારત માટે સેમિકન્ડક્ટરનું મહત્વ

ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સેમિકન્ડક્ટરની આયાત પર નિર્ભર છે. કેટલીક નક્કી કરેલી કંપનીઓ છે, જે સમગ્ર વિશ્વને સેમિકન્ડક્ટર પ્રદાન કરે છે. જેમાં તાઈવાન, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાન જેવા દેશોનો દબદબો છે. કોવિડ દરમિયાન સમગ્ર વિશ્વએ સેમિકન્ડક્ટર્સની ભારે અછત અનુભવી હતી. કારથી લઈને મોબાઈલના ઉત્પાદનને અસર થઈ હતી. ક્યારેક કોવિડના કારણે તો ક્યારેક યુદ્ધના કારણે દેશો સેમિકન્ડક્ટરની અછતનો સામનો કરવો પડે છે. 

ભારત દેશ સેમિકન્ડક્ટર્સમાં પોતાને મજબૂત કરવાના કોશિશ કરી રહ્યું છે, જે અમેરિકામાં ભવિષ્યનું ઓઈલ છે. ભારત માટે આ માર્કેટમાં પોતાને સ્થાપિત કરવાનો અર્થ છે ચીનને પડકાર આપવો. ભારતમાં સેમિકન્ડક્ટર માર્કેટ 2026 સુધીમાં $80 બિલિયન પર પહોંચી જશે. અને તે વધીને વર્ષ 2030 સુધીમાં આ આંકડો 110 અબજ ડોલર સુધી પહોંચી જશે. આ આંકડાઓ જોઈને અંદાજ લગાવી શકાય છે કે સેમિકન્ડક્ટર ભારત માટે કેટલું મહત્ત્વનું છે. ભારતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં પોતાને મજબૂત કરવા માટે પગલાં લીધાં છે. 

આ ઉપરાંત વિશ્વભરની કંપનીઓ સાથે પણ ભારતની વાતચીત ચાલી રહી છે. રોકાણ આકર્ષવા માટે પ્રોત્સાહનો આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર કંપનીઓને 10 અબજ ડોલર સુધીના પ્રોત્સાહનો આપી રહી છે. કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ટાટા, સીજી પાવર અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડ જેવી કંપનીઓ આ મિશનને ભારતમાં આગળ લઈ જઈ રહી છે.

કેમ આટલું મહત્ત્વનું છે સેમિકન્ડક્ટર 

સેમિકન્ડક્ટર એટલે કે સિલિકોન ચિપ કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. પછી તે તમારા ટીવી-એસી કે ટેલિવિઝનનું રિમોટ હોય, કે તમારી કાર, મોબાઈલ ફોન હોય. સેમિકન્ડક્ટર વિના એલઇડી બલ્બથી મિસાઇલ સુધી બધું જ બનાવવું શક્ય છે. જ્યારે આ ચિપ આટલી મહત્ત્વની છે, તો દેખીતી રીતે જ આખી દુનિયા તેની પાછળ દોડશે. પરંતુ સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયા એટલી જટિલ છે કે મોટા વિકસિત દેશો પણ તેનાથી દૂર રહે છે.



Google NewsGoogle News