નહેરુ નહોતા ઈચ્છતા કે ચૂંટણી પ્રચારમાં સરકારી વિમાનોનો ઉપયોગ થાય, તો પછી આ પ્રથા શરૂ કેવી રીતે થઈ?

નેહરુ ચૂંટણી પ્રચારમાં સરકારી વિમાનનોનો ઉપયોગ કરવા નહોતા ઈચ્છતા, પરંતુ તેમણે નાછૂટકે વાત માનવી પડી

દેશના પ્રથમ વડાપ્રધાન બનેલા નેહરુજીએ કોમર્શિયલ વિમાનોની ખરાબ સ્થિતિ હોવા છતાં તેમાં પ્રવાસ કરતા હતા

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
નહેરુ નહોતા ઈચ્છતા કે ચૂંટણી પ્રચારમાં સરકારી વિમાનોનો ઉપયોગ થાય, તો પછી આ પ્રથા શરૂ કેવી રીતે થઈ? 1 - image
Image - Twitter

Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણીઓમાં સરકારી વિમાનનો ઉપયોગ માત્ર દેશના વડાપ્રધાન જ કરી શકે છે. આ જોગવાઈ કેવી રીતે શરૂ થઈ? તેનો પણ રસપ્રદ કિસ્સો છે. વાસ્તવમાં આ જોગવાઈની શરૂઆત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી શરૂ થઈ હતી, ત્યારબાદ તમામ વડાપ્રધાનોને ચૂંટણી પ્રચારમાં સરકારી વિમાનોનો ઉપયોગ કરવાનો લાભ મળ્યો છે. આમ તો નેહરુ ચૂંટણી પ્રચારમાં સરકારી વિમાનનોનો ઉપયોગ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ તેમણે નાછૂટકે વાત માનવી પડી.

કોમર્શિયલ વિમાનોની ખરાબ સ્થિતિ, અને PM તેનો જ ઉપયોગ કરતા હતા

નેહરુના રસપ્રદ કિસ્સા અંગે એમઓ મથાઈએ પોતાના પુસ્તક ‘રેમિનિસેંસેસ ઑફ ધ નેહુ એજ’ લખ્યું છે કે, 1951ના મધ્યમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર પાસે તેઓ આવ્યા અને ચૂંટણીમાં વડાપ્રધાનની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી. ડાયરેક્ટરે કહ્યું હતું કે, નેહરુને પર્યાપ્ત સુરક્ષા અને સુવિધા અપાશે નહીં તો તેમના પર ખતરો આવી શકે છે. તેઓ ઈચ્છતા ન હતા કે, વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે નિયમિત કોમર્શિયલ વિમાનોથી પ્રવાસ કરે. તે સમયે કોમર્શિયલ વિમાનોની સ્થિતિ પણ બહુ સારી ન હતી.

વડાપ્રધાન દ્વારા એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવા માટે કમિટી રચાઈ

ત્યારબાદ આઈબીના ડાયરેક્ટર મથાઈને કહ્યું કે, શું એવી સંભાવના છે કે, વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે એરફોર્સના વિમાનનો ઉપયોગ કરે અને તેની ચુકવણી કરે. આમ કરવાથી તેમની સાથે સુરક્ષા પણ થઈ શકશે અને સરકારી સ્ટાફ પણ તેમની પાસે રહેશે. આ ઉપરાંત તેઓ પોતાના જરૂરી કામ પણ પુરા કરી શકશે. ત્યારબાદ મથાઈએ આ અંગે કેબિનેટ સેક્રેટરી એન.આર.પિલ્લૈ સાથે ચર્ચા કરી. તેમણે આ મામલે સૂચનો માંગવા સીનિયર અધિકારીઓની એક કમિટી રચવાની સલાહ આપી.

PM એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવાની સાથે પોતાનું કામ પણ ચાલુ રાખે

ત્યારબાદ આ મામલે કમિટી રચાઈ, જેમાં પૂર્વ સંરક્ષણ સચિવ તરલોક સિંહ પણ હતા અને ચેરમેન કેબિનેટ સેક્રેટરી પિલ્લે હતા. બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, જરૂર... વડાપ્રધાન ચૂંટણી પ્રચાર ટાણે પોતાની પાર્ટી તરફી પ્રવાસ કરે, પરંતુ તેઓ વડાપ્રધાન હોવાના કારણે પોતાનું કામ ચાલુ રાખે અને તેમને જરૂરી સુરક્ષા પણ મળી રહે. તેથી વડાપ્રધાન એરફોર્સના વિમાનનો ઉપયોગ કરી શકે છે. આ પ્રવાસનો જે ખર્ચ થશે તે તેમણે આપવો પડશે. તેમણે કોમર્શિયલ વિમાનના ખર્ચ જેટલા નાણાં ચુકવવા પડશે.

ત્યારબાદ નેહરુજી કમિટીના નિર્ણય સંતુષ્ટ ન હતા

ત્યારબાદ નેહરુજી કમિટીના નિર્ણય સંતુષ્ટ ન હતા. તેઓ ઈચ્છતા હતા કે, આ મામલે કેબિનેટમાં પણ ચર્ચા થવી જોઈએ. જો કેબિનેટમાં મંજૂરી ન મળે તો શું કરવું, તે અંગે તેઓ બીજા વિકલ્પ પણ પણ વાત કરી રહ્યા હતા. મથાઈએ લખ્યું છે કે, આ મામલે સીજીએ સાથે વાત કરાઈ. તેમને સંબંધિત ફાઈલો મોકલવામાં આવી. બે-ત્રણ દિવસ બાદ ટિપ્પણી સાથે ફાઈલને કેબિનેટ સભ્યો સાથે પહોંચાડાઈ. 

કેબિનેટમાં બનાવાયો નિયમ

કેબિનેટમાં નિયમ બનાવાયો કે, એરલાઈન્સ મુસાફરો જેટલું ભાડું આપે છે, તેટલું વડાપ્રધાને પોતાની યાત્રા માટે ચુકવવું પડશે. આ ઉપરાંત તેમની સાથ જનારા સુરક્ષા સ્ટઆફ અને વડાપ્રધાનના સ્ટાફનું ભાડું સરકાર ચુકવશે. જો કોઈ કોંગ્રેસી વડાપ્રધાન સાથે આ વિમાનમાં મુસાફરી કરવા ઈચ્છે તો તેણે પોતાનું ભાડું ચુકવવું પડશે. ત્યારબાદ આ વ્યવસ્થા નહેરુજી બાદ અન્ય વડાપ્રધાનોને મળવા લાગી. વડાપ્રધાન સરકારના માત્ર એક એવા વ્યક્તિ છે, જેઓ સરકાર પાસેથી મળેલા વિમાનનો ઉપયોગ કરી શકે છે.

દેશમાં 1952માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી

ભારત દેશ આઝાદ થયા બાદ, 1952માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીની તૈયારી કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. તેમજ ચૂંટણીનું મતદાન ચાર મહિના સુધી ચાલ્યું હતું. દેશની પ્રથમ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સુકુમાર સેન પર પસંદગી ઉતારી હતી. તેમણે દેશની પ્રથમ ચૂંટણીમાં એક ઐતિહાસિક નિર્ણય પણ લીધો હતો, જેમાં ઘણો વિવાદ થયો હતો જો કે તેઓ તેના નિર્ણય પર અડગ રહ્યા હતા.

દેશની પહેલી ચૂંટણીમાં 489 બેઠક માટે મતદાન થયું હતું

દેશની સૌપ્રથમ સામાન્ય ચૂંટણી 25 ઓક્ટોબર 1951થી ફેબ્રુઆરી 1952 વચ્ચે યોજાઈ હતી. આમ દેશની પ્રથમ ચૂંટણી તે દેશની સૌથી લાંબી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં દેશના કુલ 25 રાજ્યોમાં 401 મતવિસ્તારોમાં 489 બેઠક માટે મતદાન થયું હતું. કુલ 314 મત વિસ્તારોએ ફર્સ્ટ-પાસ્ટ-ધ પોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 86 મતવિસ્તારોએ બે ઉમેદવારોની પસંદગી કરી હતી. તેમા એક જનરલ કેટેગરીનો હતો અને બીજો અનુસૂચિત જાતિ કે જનજાતિનો હતો. એક મતવિસ્તારે ત્રણ પ્રતિનિધિ ચૂંટયા હતા. પરિવહનની તકલીફના લીધે આ ચૂંટણી 68 તબક્કામાં યોજાઈ હતી. મોટાભાગનું મતદાન 1952ના પ્રારંભમાં થયું હતું. હિમાચલમાં 1951માં મતદાન થયું હતું, કારણ કે ત્યાં ફેબ્રુઆરી અને માર્ચમાં હવામાન વિપરીત હતું.


Google NewsGoogle News