AI ક્ષેત્રે કારકિર્દીમાં સુવર્ણ તક, આગામી ચાર વર્ષમાં 3.4 કરોડ લોકોને આકર્ષક પેકેજની નોકરી મળશે
Job Vacancy In AI Sector: આ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેના પગલે આગામી સમયમાં નોકરીઓની તકો વધવાની સંભાવના એક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ, એઆઈના કારણે ભારતમાં આગામી ચાર વર્ષમાં 3.39 કરોડ લોકોને રોજગારી મળશે. 2023માં 42.37 કરોડ આ સેક્ટરમાં કાર્યરત હતાં. જેની સંખ્યા 2028માં વધી 45.76 કરોડ થશે. જેમાં સેલેરી પેકેજ પણ આકર્ષક રહેવાનો અંદાજ દર્શાવાયો છે.
ટેક્નોલોજી સેગમેન્ટમાં 27.3 લાખ ભરતી થશે
એઆઈ પ્લેટફોર્મ ફોર બિઝનેસ ટ્રાન્સફોર્મેશન સર્વિસનાઉ દ્વારા જારી રિસર્ચ અનુસાર, નવી ટેક્નોલોજીના કારણે 2028માં 27.3 લાખ લોકોની ભરતી થશે. ટેક્નોલોજી સેક્ટરનું વિસ્તરણ થતાં જ 69.6 લાખ કર્મચારીઓની જરૂરિયાત ઉભી થશે. જેમાં રિટેલ સેક્ટર બાદ મેન્યુફેક્ચરિંગમાં 15 લાખ, એજ્યુકેશનમાં 8.4 લાખ અને હેલ્થ સર્વિસિઝમાં 8 લાખ લોકોને રોજગારી મળશે.
આ પણ વાંચોઃ તહેવારોની સિઝનમાં ઓનલાઈન વેચાણ 12 ટકા વધ્યા, ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું
આ સેગમેન્ટમાં થશે આટલી ભરતી