Get The App

દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત

ભારત સરકારે ભારતીય નૌસેનાની તાકાત વધુ મજબૂત કરી

ભારતીય નૌકાદળના કાફલામાં વધુ એક ખતરનાક જહાજ જોડાયું

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત 1 - image


Indian Navy Missile Destroyer: દુશ્મન દેશોના હાંજા ગગડવા ભારતે દરિયામાં ખતરનાક મિસાઈલ વિધ્વંસક ઉતાર્યું છે. સ્વદેશી નિર્મિત મિસાઈલ વિધ્વંસક ખૂબ ઘાતક છે. આ મિસાઈલને એડનની ખાડીમાં તહેનાત કરવામાં આવશે. જેને લઈને સંરક્ષણ મંત્રાલય તરફથી માહિતી પણ જાહેર કરવામાં આવી છે.

દુશ્મનોની હવે ખેર નથી

ભારતીય નૌસેનાએ એન્ટી પાયરસી મિશન હેઠળ પોતાનું બીજું યુદ્ધ જહાજ દરિયામાં ઉતાર્યું છે. આ સ્વદેશી મિસાઈલ વિધ્વંસક એડનની ખાડીમાં દુશ્મન દેશમાં હલચલ પર નજર રાખશે. ભારતીય નૌસેનાના બે જહાજો INS કોચી અને INS કોલકાતા તહેનાત છે. જની આસપાસ દુશ્મન દેશોના કોઈ જહાજ ભટકી શકે નહીં. તેમજ હવે સમુદ્રી ચાંચિયાઓએ કોઈ પણ બોટ કે જહાજને હાઈજેક કરતા પહેલા સો વખત વિચારવું પડશે.  

ચાંચિયાઓએ માલ્ટાના જહાજને હાઇજેક કર્યું હતું

તાજેતરમાં ચાંચિયાઓએ માલ્ટાથી એક કાર્ગો જહાજનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ ભારતીય નૌસેનાની મદદ માટે આગળ આવ્યું અને માલ્ટાના જહાજને ચાંચિયાઓના કબજામાંથી મુક્ત કરાવ્યું. આ અંગે નૌસેના પ્રવક્તાનું કહેવું છે કે 14મી ડિસેમ્બરે એમવી રુએન જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના એક દિવસ પછી 15મી ડિસેમ્બરે ભારતીય નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટે અપહરણ કરાયેલા જહાજ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. ભારતે મદદ માટે પોતાનું યુદ્ધ જહાજ INS કોચી મોકલ્યું હતું.  ચાંચિયાઓએ જહાજના કેપ્ટન સહિત તમામ સભ્યોને બંધક બનાવી લીધા હતા.

ચાંચિયાઓને જડબાતોડ જવાબ આપવા સ્વદેશી નિર્મિત યુદ્ધ જહાજ

માલ્ટાના કાર્ગો જહાજને હાઈજેક કર્યા બાદ ભારતીય નૌસેના સતર્ક રહે છે. જેને લઈને ભારતીય સંરક્ષણ મંત્રાલયે એડનની ખાડી વધુ એક મિસાઈલ વિધ્વંસક યુદ્ધ જહાજ તહેનાત કરવાનો નિર્ણય કર્યો. ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે, ચાંચિયાઓને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છીએ.


Google NewsGoogle News