Get The App

ISRO એક નહીં પરંતુ બે સ્પેસ સ્ટેશન બનાવશે, ચીન-NASA સૌને છોડશે પાછળ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ISRO એક નહીં પરંતુ બે સ્પેસ સ્ટેશન બનાવશે, ચીન-NASA સૌને છોડશે પાછળ 1 - image


Indian Space Station : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO એક નહીં પરંતુ બે સ્પેસ સ્ટેશન બનાવશે. જેમાં એક પૃથ્વીનું ચક્કર લગાવશે અને બીજું ચંદ્રની પરિક્રમા કરીને રહસ્ય શોધશે. પૃથ્વીના ઓર્બિટમાં ચક્કર લગાવનારા સ્પેસ સ્ટેશન ISS અને ચીન તિયાગોંગ સ્પેસ સ્ટેશન બાદ દુનિયાનું ત્રીજું સ્પેસ સ્ટેશન હશે. આ સાથે ભારત એકલું આ કારનામું કરનારો વિશ્વનો બીજો દેશ બની જશે, જ્યારે મૂન સ્પેસ સ્ટેશન બનાવનારો ભારત પહેલો દેશ હશે.

ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતારીને ઈતિહાસ રચનાર ભારત સ્પેસ રિસર્ચમાં તમામને પાછળ છોડવા માટે તૈયાર છે. હાલમાં જ પોતાની સ્વદેશી હબલને વિકસિત કરીને નાસા અને યૂરોપિયન સ્પેસ એજન્સીને પડકાર આપનારા ભારતે હવે પોતાના સ્પેસ સ્ટેશન પર કામ શરૂ કરી દીધું છે. આ મિશન ખાસ એટલા માટે પણ છે, કારણ કે 2030માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ડિસ્ટ્રોય કરી દેવાશે, તેવામાં ભારતનું સ્પેસ સ્ટેશનરિસર્ચમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. આ સિવાય ભારત 2040 સુધી મૂન સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારીમાં પણ છે.

પહેલું ગગન યાન પછી ઈન્ડિયન સ્પેસ સ્ટેશન

ભારત આ મિશન પર તબક્કાવાર રીતે કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, 2030 સુધીમાં ઈન્ડિયન સ્પેસ સ્ટેશનને લોન્ચ કરી શકે છે. તેના પર ભારતે 2019થી કામ શરૂ કરી દીધું હતું, જ્યારે ISROએ તત્કાલીન ચેરમેન કે સિવને એલાન કર્યું હતું. જો કે તેનો પહેલો તબક્કો ગગનયાન છે, જે હેઠળ ચાર એસ્ટ્રોનૉટ ધરતીની LEO કક્ષા સુધી જશે. માનવામાં આવી રહ્યું છે કે, ગગનયાન સ્પેસમાં તે બિંદુ સુધી જશે જ્યાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરશે.

ચંદ્રયાન-4 બાદ મૂન સ્પેસ સ્ટેશન

મૂન સ્પેસ સ્ટેશન પહેલા ઈસરો ચંદ્રયાન-4 મિશન પણ લોન્ચ કરશે, તેના માટે 2028 સુધીની સમય મર્યાદા નક્કી કરાઈ છે, આ મિશનમાં ભારતના સ્પેસ યાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ત્યાંના નમૂના લઈને પરત આવશે. ત્યારબાદ ભારત ચંદ્ર પર પહેલું માનવ મિશન પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. હજુ જે રિપોર્ટ સામે આવ્યા છે, તેના અનુસાર ભારતનું પહેલું માનવ ચંદ્ર મિશન અને ચંદ્ર સ્પેસ સ્ટેશન લગભગ એક જ સમયે લોન્ચ કરવામાં આવશે, તેના માટે 2040 સુધીની સમય મર્યાદા નક્કી કરાઈ છે.


Google NewsGoogle News