Get The App

ચીન સરહદે ભારતનો દબદબો! 13700 ફૂટની ઊંચાઈએ પૂર્વ લદાખમાં સૌથી ઊંચું એરફિલ્ડ તૈયાર કર્યું

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
ચીન સરહદે ભારતનો દબદબો! 13700 ફૂટની ઊંચાઈએ પૂર્વ લદાખમાં સૌથી ઊંચું એરફિલ્ડ તૈયાર કર્યું 1 - image


Highest Fighter Airfield In Ladakh: લદાખના મધુ-ન્યોમા ખાતે સ્થિત ભારતનું સૌથી ઊંચું એરફિલ્ડ લગભગ તૈયાર છે અને ખૂબ જ ટૂંક સમયમાં અહીંથી વિમાનોનું લેન્ડિંગ પણ શરૂ થશે. આ એરફિલ્ડના નિર્માણથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ચીન સાથેની સરહદ (Line of Actual Control) પર કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે મજબૂત થશે.

ભારતની વ્યૂહાત્મક ક્ષમતા મજબૂત થશે

ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક આશરે 13,700 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. આ એરફિલ્ડની મદદથી જો જરૂર પડશે, તો ભારત ખૂબ જ ઓછા સમયમાં એલએસી પર તેના સંરક્ષણ દળોને એકત્ર કરી શકશે. ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ આ ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરશે.

આ પણ વાંચો: ભાજપના દિગ્ગજ CM સામે I.N.D.I.A ગઠબંધનની ચૂંટણીપંચમાં ફરિયાદ, નફરત ફેલાવવાનો આરોપ


ન્યોમા એરફિલ્ડમાં 3 કિલોમીટરનો રનવે છે, જે ઈમરજન્સી ઓપરેશન માટે તૈયાર કરાયો છે. અંદાજે 214 કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી સાથે આ પ્રોજેક્ટને વર્ષ 2021માં લીલી ઝંડી આપવામાં આવી હતી. આ એરસ્ટ્રીપની ઊંચાઈ અને તેની LACની નિકટતા તેને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે. તેની મદદથી ભારત હવે તેની ઉત્તરીય સરહદો પર પહેલા કરતા વધુ ઝડપથી સંસાધનોને તહેનાત કરી શકશે.

એલએસીની ખૂબ જ નજીક હોવાથી, ન્યોમા એરફિલ્ડ કટોકટીની સ્થિતિમાં ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ એરફિલ્ડના નિર્માણથી ભારતીય વાયુસેનાને દૂરના, પર્વતીય સરહદી વિસ્તારોમાં સીધો પ્રવેશ મળ્યો છે, જ્યાં માર્ગ દ્વારા પ્રવેશ ઘણી વખત પડકારજનક હોય છે.

ન્યોમા એરફિલ્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ

ભારત સરકાર સરહદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ખૂબ ધ્યાન આપી રહી છે અને ન્યોમા એરફિલ્ડ તેનું જીવંત ઉદાહરણ છે. ચાર વર્ષ પહેલાં એલએસી સાથે ચીન સાથેની મડાગાંઠ શરૂ થઈ ત્યારથી, ભારતે લદાખ અને પડોશી વિસ્તારોમાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને અભૂતપૂર્વ ગતિએ આગળ વધાર્યા છે. ન્યામા એએસજી, નવા બનેલા રસ્તાઓ, ટનલ અને પુલો સાથે, આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સરહદી વિસ્તારોમાં બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવાને કારણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભારતની પ્રતિભાવ ક્ષમતામાં વધારો થશે અને સેનાને પુરવઠો વગેરે પૂરો પાડવામાં સરળતા રહેશે.

ચીન સરહદે ભારતનો દબદબો! 13700 ફૂટની ઊંચાઈએ પૂર્વ લદાખમાં સૌથી ઊંચું એરફિલ્ડ તૈયાર કર્યું 2 - image


Google NewsGoogle News