ઈલેક્ટ્રિક વાહનો માટેની નવી પોલિસી જાહેર, ઈમ્પોર્ટ ટેક્સ ઘટાડાયો, વિદેશી કંપનીઓની પણ થશે એન્ટ્રી

વિદેશી ઈવી નિર્માતા કંપનીઓને મોટી નવી પોલિસીમાં રાહત, ભારતની ઈવી ઈકોસિસ્ટમ પણ મજબૂત બનશે

નવી પોલિસીથી આગામી સમયમાં ટેસ્લા સહિત વિશ્વની ઘણી ઈવી કંપનીઓની ભારતમાં થશે એન્ટ્રી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ઈલેક્ટ્રિક વાહનો માટેની નવી પોલિસી જાહેર, ઈમ્પોર્ટ ટેક્સ ઘટાડાયો, વિદેશી કંપનીઓની પણ થશે એન્ટ્રી 1 - image


New Electric Vehicle Policy : ભારત સરકારે આજે નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસી જાહેર કરી છે. ટેસ્લા (Tesla) સહિત વિશ્વભરની ઈલેક્ટ્રી વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, તેથી તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન અપાયું છે. આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે ભારતનો હરણફાળ વિકાસ થશે. 

ઈમ્પોર્ટ ટેક્સમાં મળશે રાહત

નવી પોલિસીમાં ઈલેક્ટ્રીક વ્હીકલ યોજનાનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ટેક્સમાં રાહત પણ અપાશે. નવી પોલિસી મુજબ કંપની જો કોઈપણ કંપની 50 કરોડ ડૉલરથી વધુ રોકાણ કરશે અને ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે, તો તે કંપનીઓને ઈમ્પોર્ટ ટેક્સ (Import Tax)માં રાહત અપાશે. આ યોજનાથી ઈવી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારત લાવવાનો પ્રયાસ કરાશે. પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમાં ઓછામાં ઓછું 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની પણ ભારત આવશે

સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ઈ-વ્હીકલ સેગમેન્ટમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરાશે. આ પોલિસીથી દેશમાં ઈવી ઈકેસિસ્ટમ મજબૂત બનશે. આ ઉપરાંત ઈવી સેગમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પણ ભારતમાં આવશે. 

ભારતમાં બનેલા 50 ટકા પાર્ટ્સનો ઉપયોગ કરવો પડશે

નવી પોલિસીના નિયમ મુજબ, ભારતમાં પ્લાન્ટ સ્થાપવા ઈચ્છુક કંપનીઓએ ભારતમાં જ બનેલા પાર્ટ્સનો ત્રણ વર્ષ સુધી અને 50 ટકા પાર્ટ્સનો પાંચ વર્ષ સુધી ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ કંપની ભારતમાં બનાવેલ પ્લાન્ટમાં 35 લાખ ડૉલર અને તેનાથી વધુ કિંમતની કારો એસેમ્બલ કરશે તો તેણે પાંચ વર્ષ સુધી માત્ર 15 ટકા કસ્ટમ્સ ડ્યુટી ચુકવવી પડશે. 

ટાટા અને મહિન્દ્રાને ઝટકો

નવી પોલિસીથી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે ઝટકારૂપ છે. આ સ્થાનિક કંપનીઓ ઈવી આયાત પર ટેક્સ મુક્તિનો વિરોધ કરી રહ્યા હતા. આ આ કંપનીઓનું માનવું છે કે, ટેક્સ ઘટ્યા બાદ ગ્લોબલ કંપનીઓને મોંઘી ઈવી કાર ભારતમાં લાવવાના સરળતા પડશે. ટેસ્લાની ડિમાન્ડ હતી કે, 40 હજાર ડૉલરથી વધુની કિંમતની કારો પર 70 ટકા કસ્ટમ ડ્યૂટી અને તેથી વધુની કિંમતની ઈવી કારો પર 100 ટકા રાહત આપવામાં આવે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ભારત કોઈના પણ દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર પોલિસી બનાવશે. અમે કોઈ એક કંપનીને ધ્યાને રાખી પોલિસી બનાવીશું નહીં. અમારો પ્રયાસ  વિશ્વભરની તમામ ઈવી કંપનીઓને ભારત લાવવામાં રહેશે.


Google NewsGoogle News