Get The App

સંબંધોમાં ખટાશ છતાં ભારતે મોઈજ્જુ સરકારને આપી બે મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
PM Modi with Maldives President Mohamed Muizzu



India Maldives Relations: પાછલા થોડાક સમયથી ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. હવે ભારત સરકારે માલદીવને આ નાણાકિય વર્ષ દરમિયાન વધુ રાહત આપતા દેશના બે પ્રમુખ બંદરો પરથી આવશ્યક વસ્તુઓને નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. આ બે પ્રમુખ બંદરો કંડલા અને વિશાખાપટ્ટનમ છે. આ બંને બંદરો પ્રતિબંધિત શ્રેણીના માનવામાં આવે છે. આમ હવે ભારતના કુલ છ બંદરો પરથી માલદીવને આવશ્યક વસ્તુઓની નિકાસ થઇ શકે છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ નિવેદન જાહેરકરી જણાવ્યું કે, વિશાખાપટ્ટનમ અને કંડલા બંદરોને નાણાકિય વર્ષ 2024-25 માટે માલદીવને આવશ્યક વસ્તુઓની નિકાસ માટે મંજૂરી અપાયેલા બંદરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. જે હાલ પ્રતિબંધિત શ્રેણીમાં સામેલ છે



માલદીવ-ભારત વચ્ચે વધ્યો વેપાર

માલદીવ અને ભારત વચ્ચે આ વર્ષે દ્વિપક્ષીય વેપારમાં પણ વધારો થયો છે. વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચે 973.37 મિલિયન અમેરિકન ડોલરનો વેપાર થયો હતો, જે વર્ષ 2023-24માં વધીને 978.56 મિલિયન અમેરિકન ડોલરે પહોંચ્યું છે. વર્ષ 2022-23માં ભારતની નિકાસ 476.75 મિલિયન અમેરિકન ડોલર હતી, જે વધીને 892 મિલિયન અમેરિકન ડોલર થઇ છે. ભારતથી એન્જીનિયરિંગ અને ઔદ્યોગિક ઉત્પાદનો, રડાર ઉપકરણ, રોક બોલ્ડર, એગ્રીગેટ્સ, દવાઓ, ફાર્માસ્યૂટિકલ્સ, સિમેન્ટ, ફળો, શાકભાજી, ચાવલ, મસાલા અને પોલ્ટ્રી ઉત્પાદનો વગેરેની નિકાસ કરવામાં આવે છે. તેમજ માલદીવથી ભારતમાં મુખ્ય રૂપે સ્કેપ ધાતુઓની આયાત કરવામાં આવે છે.


Google NewsGoogle News