Get The App

'બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા...' UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
'બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા...' UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું 1 - image


INDIA Slams Pakistan in UN: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ એક એવું નાટક જોયું, જ્યાં એક દેશને તેની સેના ચલાવે છે અને જેનું વૈશ્વિક સ્તર પર આતંકવાદ, માદક પદાર્થોના વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓમાં નામ છે, તેણે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાની હિંમત કરી છે. હું પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા પોતાના ભાષણ પર ભારત પર કરવામાં આવેલા પ્રહારની વાત કરી રહ્યો છું.'

ભારતીય પ્રતિનિઘિઓએ શું કહ્યું? 

ભારતીય પ્રતિનિધિની પાકિસ્તાન પર સીમા પાર આતંકવાદનો આરોપ લગાવતાં કહ્યું કે, 'પાકિસ્તાને પોતાના પાડોશીઓની સામે લાંબા સમયથી આતંકવાદને એક હથિયારના રૂપે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાને અમારી સંસદ, અમારી આર્થિક રાજધાની મુંબઈ, બજારો અને તીર્થ યાત્રાઓ પર હુમલા કર્યા છે. એક એવા દેશ માટે, જેણે વારંવાર હિંસાનો સહારો લીધો છે તે બીજા પર હિંસાનો આરોપ લગાવે તે પાખંડની ચરમ સીમા છે.'

આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા બેંગ્લુરુ કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો?

ગંભીર પરિણામ ભોગવવા પડશે

ભારતે પાકિસ્તાનની વ્યૂહાત્મક સંયમ(સ્ટ્રેટેજિક રિસ્ટ્રેઇન્ટ)ની દરેક યોજનાનો સીધો વિરોધ કર્યો. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું કે, આતંકવાદ સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. પાકિસ્તાને સમજવું જોઈએ કે, ભારત સામે સીમા પાર આતંકવાદના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. ભારતે પાકિસ્તાના અલ્પસંખ્યકો પ્રતિ ક્રૂર નીતિઓ અને 1971ના નરસંહારની પણ નિંદા કરી. પ્રતિનિધિએ કહ્યું કે, 'આ હાસ્યાસ્પદ છે કે, એક એવો દેશ, જેણે 1971માં નરસંહાર કર્યો અને જે હજુ પણ પોતાના અલ્પસંખ્યકો પર અત્યાચાર કરે છે, તે અસહિષ્ણુતા અને ફોબિયાની વાત કરી રહ્યું છે.'

PAK એ લાદેનને આપી શરણ

ભારતે પાકિસ્તાન પર ઓસામા બિન લાદેનને શરણ આપવા અને વૈશ્વિક સ્તર પર આતંકવાદને વધારવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું, 'દુનિયા જાણે છે કે, પાકિસ્તાને લાંબા સમય સુધી ઓસામા બિન લાદેનને શરણ આપી અને આતંકવાદી હુમલામાં વારંવાર પાકિસ્તાનની ભૂમિકા પણ રહી છે. પાકિસ્તાનની નીતિઓએ સમાજના સૌથી ખરાબ તત્ત્વોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.'

આ પણ વાંચોઃ કેન્દ્રની 24 સંસદીય સમિતિઓની રચના : રાહુલ ગાંધીનો સંરક્ષણની પેનલમાં સમાવેશ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું વલણ સ્પષ્ટ અને મક્કમ છે અને ભારતે પાકિસ્તાનના વડાપ્રધાનના આરોપોને સંપૂર્ણ રીતે નકારી દીધા છે. ભારતીય પ્રતિનિધિએ અંતે કહ્યું કે, 'અમારું વલણ સ્પષ્ટ છે અને તેને વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર જણાતી નથી. પાકિસ્તાન સત્યને જૂઠના સહારે છુપાવી નથી શકતું.' ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપતાં આતંકવાદની સામે પોતાનું કડક વલણ બતાવ્યું છે અને કહ્યું કે, તે પોતાની સમપ્રભુતા અને અધિકારોની રક્ષા માટે કોઈપણ હદે જવા તૈયાર છે.



Google NewsGoogle News