કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓના આ દાવા પર કોંગ્રેસનું હલ્લાબોલ, કહ્યું ‘માહોલ ઉભો કરવા ખોટા સમાચારો...’

ભારતનો GDP 4 ટ્રિલિયન ડોલરને પાર થયો હોવાનો કેન્દ્ર સરકારના મંત્રીઓનો દાવો

જયરામ રમેશે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું, મંત્રીઓના દાવા ખોટા, માહોલ ઉભો કરવાનો પ્રયાસ

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓના આ દાવા પર કોંગ્રેસનું હલ્લાબોલ, કહ્યું ‘માહોલ ઉભો કરવા ખોટા સમાચારો...’ 1 - image

નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, સોમવાર

કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓએ ભારતનો જીડીપી (India GDP) 4 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર થઈ ગયો હોવાનો દાવો કર્યો છે, જોકે કોંગ્રેસે (Congress) આ દાવો ખોટો હોવાનું જણાવ્યું છે. ભાજપ (BJP) પર કટાક્ષ કરી કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ખોટા સમાચારોનો હેતુ માત્ર ઉત્સાહ ઉભો કરવા અને હેડલાઈન મેનેજ કરવાનો પ્રયાસ છે.

કેન્દ્ર સરકારના મંત્રીઓનો દાવો સંપૂર્ણ ખોટો : જયરામ રમેશ

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે, ગઈકાલે રવિવારે (19 નવેમ્બર) બપોરે 2.45 વાગ્યાથી સાંજે 6.45 વાગ્યા વચ્ચે આખો દેશ ક્રિકેટની ફાઈનલ મેચનો આનંદ માણી રહ્યો હતો. આ સમય દરમિયાન રાજસ્થાન અને તેલંગણાના સિનિયર કેન્દ્રીય મંત્રીઓ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના સૌથી પસંદગીના બિઝનેસમેન સહિત ઘણા નેતાઓએ ટ્વિટ કરી ‘ભારતનો જીડીપી આંકડો પ્રથમવાર 4 ટ્રિલિયન ડૉલરને પાર થયો’ હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે અને માહોલ ઉભો કરવા ખોટા અહેવાલો ચલાવાઈ રહ્યા છે.

આ નેતાઓએ ભારતનો જીડીપી 4 ટ્રિલિયનને પાર થયો હોવાનો કર્યો દાવો

  • ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) અને મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) એક્સ પર દેશના GDP મામલે પોસ્ટ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ વળતો જવાબ આપ્યો છે.

  • ફડણવીસે દાવો કર્યો હતો કે, ‘ભારતની અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડૉલરના આંકડાને પાર કરી ગઈ છે, જે મોદી સરકારની ગતિશીલતા હેઠળના નેતૃત્વને દર્શાવે છે. નવું ભારત ખુબ જ સુંદરતા સાથે પ્રગતિ કરી રહ્યું છે.’

  • જ્યારે કેન્દ્રીય મંત્રી શેખાવતે કહ્યું હતું કે, ‘ભારત માટે વૈશ્વિક ગૌરવની ક્ષણ છે, કારણ કે, આપણી જીડીપી 4 ટ્રિલિયન ડૉલરને પાર થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતનો ઉદય વાસ્તવમાં અપાર છે.’
  • કેબિનેટ મંત્રી જી.કિશન રેડ્ડીએ ‘આ બાબતને મોદીની ગેરેન્ટી હોવાનું કહી લખ્યું કે, આપણે 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.’
  • તો ગૌતમ અદાણી (Gautam Adani)એ સોશિયલ મીડિયા X પર સ્ક્રીનશૉટ શેર કરી લખ્યું કે, ‘અભિનંદન ઈન્ડિયા... આપણે માત્ર 2 વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું. આપણે જાપાનની 4.4 ટ્રિલિયન અને જર્મનીની 4.3 ટ્રિલિયન ડૉલની ઈકોનોમીને પાછળ છોડી દઈશું. જય હિન્દ...’

Google NewsGoogle News