એર ઈન્ડિયાને મળ્યું ભારતનું પ્રથમ Airbus A350 વિમાન, માર્ચ સુધીમાં વધુ પાંચ વિમાનની થશે ડિલિવરી

316 સીટ સાથે ત્રણ ક્લાસ કેબિન કોન્ફિગરેશનની સુવિધાઓથી સજ્જ

આ ક્ષણ તમામ એરલાઈન્સ કર્મચારીઓ માટે યાદગાર દિવસ બની: કેમ્પબેલ વિલ્સન

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
એર ઈન્ડિયાને મળ્યું ભારતનું પ્રથમ Airbus A350 વિમાન, માર્ચ સુધીમાં વધુ પાંચ વિમાનની થશે ડિલિવરી 1 - image


Air India Airbus A350: એર ઈન્ડિયા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો. એર ઈન્ડિયા બેનર હેઠળ પ્રથમ એરબસ A350-900 વિમાન શનિવારે (23 ડિસેમ્બર) કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ વિમાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ સાથે તે ભારતનું પ્રથમ એરબસ A350 વિમાન બની ગયું છે. એર ઈન્ડિયાના ઓર્ડર પરના 20 એરબસ A350-900 પૈકીનું પહેલું વિમાન છે, જેમાં વધુ પાંચ માર્ચ 2024 સુધીમાં ડિલિવરી માટે નિર્ધારિત છે.

316 સીટ સાથે ત્રણ ક્લાસ કેબિન કોન્ફિગરેશન

એર ઈન્ડિયા તરફથી A350 સાથેના કોમર્શિયલ સંચાલન અંગે આગામી અઠવાડિયામાં જાહેરતા કરવામાં આવશે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, આ ક્ષણ તમામ એરલાઈન્સ કર્મચારીઓ માટે યાદગાર બની ગઈ છે. A350 એ માત્ર મેટલ અને ઈન્જિનનું મિશ્રણ નથી, પરંતુ અમારી એરલાઈનના સતત પરિવર્તન અને એર ઈન્ડિયાના કર્મચારીઓની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. એરબસ  A350-900 કોલિન્સ એરોસ્પેસ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી 316 સીટ સાથે ત્રણ ક્લાસ કેબિન કોન્ફિગરેશનની સુવિધાઓ સાથે સજ્જ છે.

આ વિમાનમાં 264 ઈકોનોમી ક્લાસ સીટ આપવામાં આવી

એરબસ  A350માં 28 પ્રાઈવેટ બિઝનેસ ક્લાસ, 24 પ્રીમિયમ ઈકોનોમી અને 264 ઈકોનમી ક્લાસ સીટ છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, વિમાનમાં તમામ સીટમા લેટેસ્ટ જનરેશન પેનાસોનિક eX3 ઈન-ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ અને HD સ્ક્રીન આપવામાં આવી છે. કેમ્પબેલ વિલ્સને કંપનીના કર્મચારીઓને ડિલિવરી વિશે માહિતી આપતા કહ્યું કે, ટૂંક સમયમાં એરલાઈનના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એર ઈન્ડિયા એક્સપ્રેસનમાં કર્મચારીઓ માટે નવો ડ્રેસ રજુ કરવામાં આવશે. 


Google NewsGoogle News