Get The App

ટ્રમ્પના 27 ટકા ટેરિફથી ભારતને વર્ષે રૂ. 1.20 લાખ કરોડથી વધુ મોટા ફટકાની ભીતિ

Updated: Apr 4th, 2025


Google News
Google News
ટ્રમ્પના 27 ટકા ટેરિફથી ભારતને વર્ષે રૂ. 1.20 લાખ કરોડથી વધુ મોટા ફટકાની ભીતિ 1 - image


Donald trump Tariff News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ કેટલાય દેશો પર રાહત દરે રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા. ભારત સહિત ઘણાં દેશો પર તેણે સારો એવો ટેરિફ લગાવ્યો છે. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના એક એવા આઇલેન્ડ પર પણ ટેરિફ લગાવી દીધો છે જ્યાં કોઈ રહેતું નથી. ઓસ્ટ્રેલિયાની સરકારને આધીન હર્ડ દ્વીપ અને મેકડોનાલ્ડ દ્વીપને પૃથ્વી પરના સૌથી નિર્જન સ્થાનોમાં એક માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી અહીં બોટમાં બે સપ્તાહનો પ્રવાસ ખેડીને પહોંચી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં એક દાયકાથી કોઈ વ્યક્તિએ પગલું સુદ્ધા રાખ્યું નથી. 

આ સમયે ટ્રમ્પે હર્ડ દ્વીપ અને મેકડોનાલ્ડ દ્વીપ પર રેસિપ્રોકલ ટેરિફ લગાવતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે આ ધરતી પર ટ્રમ્પના ટેરિફથી કોઈ સલામત રહે તેમ લાગતું નથી. ટ્રમ્પ તંત્રએ લગાવેલા ટેરિફ પાછળ કોઈ તર્ક નથી. આ કોઈ મિત્ર જેવો વ્યવહાર નથી. આ ટાપુ પર ફક્ત પેન્ગ્વિન રહે છે તો શું પેન્ગ્વિન ટેક્સ આપશે.  તેમણે જણાવ્યું હતું કે અમે ટેરિફની આ આંધળી દોટમાં સામેલ થવા માંગતા નથી, જ્યાં ભાવ આકાશને સ્પર્શતા હોય અને વૃદ્ધિ તળિયે પહોંચી જાય. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા નહીં પણ 9મી એપ્રિલથી અમલમાં આવે તે રીતે 27 ટકા ટેરિફ નાખ્યો છે. તેના કારણે ભારતને વર્ષે સીધો 15 અબજ ડોલર એટલે કે 1.20 લાખ કરોડનો ફટકો પડવાની ભીતિ છે.  આમ આ ટેરિફ સાત અબજ ડોલર એટલે કે 61 હજાર કરોડના પ્રારંભિક અંદાજથી બમણો છે. ટ્રમ્પે લગાવેલો ટેરિફ તો હજી શરૂઆત છે અટલે કે પાશેરામાં પહેલી પૂણી કહી શકાય.

ટ્રમ્પના શાસનનું આ પહેલું જ વર્ષ છે તેથી આગામી ચાર વર્ષ ભારતીય કંપનીઓ અને ભારતીય અર્થતંત્ર માટે બધી રીતે કપરા નીવડવાના છે તેવો સંકેત ટ્રમ્પે અત્યારથી જ આપી દીધો છે. ટ્રમ્પે અમેરિકન બજારમાથી ભારતીય કંપનીઓએ રીતસરના ઉચાળા ભરવા પડે તેવી જ સ્થિતિનું નિર્માણ કર્યુ છે. 

ટ્રમ્પના નવા ટેરિફના લીધે ઇલેક્ટ્રોનિક્સ, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગને અસર થશે. જો કે દવા ઉદ્યોગને છૂટ અપાતા ભારતે રાહતનો શ્વાસ લીધો છે.ટ્રમ્પે અહીં પણ ભારત પર બીજા યુરોપીયન દેશો તથા ભારતીય હરીફો કરતાં વધારે વેરો લગાવ્યો છે. ટ્રમ્પે ભારત પર 27  ટકા તો યુરોપીયન યુનિયન પર 20 ટકા, જાપાન પર 24 ટકા અને સાઉથ કોરિયા પર 25 ટકા વેરો લગાવ્યો છે, જે બતાવે છે કે આના લીધે અમેરિકામાં ભારતની સ્પર્ધાત્મક ધાર ઓછી થશે. ફક્ત ચીન પર 54 ટકા અને વિયેતનામ પર 46 ટકા વેરો લગાવ્યો છે, જે ભારત કરતાં વધારે છે. 

ફક્ત એટલું જ નહીં અમેરિકાની ભારત સાથેની વેપારખાધ 46 અબજ ડોલર છે. હવે ભારત ટ્રમ્પને ખુશ કરવા અમેરિકન આયાત પર ટેરિફમાં ૨૩ અબજ ડોલરનો કાપ મૂકી શકે છે. આ રીતે ભારતને 27 ટકા ટેરિફ પેટે 15 અબજ ડોલર એટલે કે 1.20 લાખ કરોડનો ફટકો તો પડવાનો જ છે, પણ જો અમેરિકાને ઇમ્પોર્ટ આયાતમાં પણ 23 અબજ ડોલરની રાહત અપાઈ તો ભારતને પડનારા ફટકાનું મૂલ્ય સીધુ ૩૮ અબજ ડોલર એટલે કે રૂ. 3.5 કરોડ થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત ખૂબ જ ટફ છે. 

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં પાંચ વખત ભારતની ચર્ચા થઈ છે. તેમા કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં સરેરાશ કર વસૂલી દર 3.3 ટકા છે, જે વિશ્વના સૌથી ઓછા દરોમાં એક છે. આને લગભગ નહીંવત દર જ કહી શકાય. ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તે અમેરિકાએ લગાવેલા ટેરિફનું વિશ્લેષણ કરી રહ્યું છે. 

તેણે જણાવ્યું હતું કે અહીં એક જોગવાઈ છે કે કોઈ દેશ જો અમેરિકાની ચિંતાઓનું સમાધાન કરે છે તો ટ્રમ્પ તંત્ર તેની સામેના વેરા ઘટાડવા વિચારી શકે છે. આ એક મિશ્ર પરિણામ છે, ભારત માટે કોઈ ઝાટકો નથી. આ ઉપરાંત ભારત જ એકમાત્ર એવો દેશ છે જેણે ટેરિફને લઈને અમેરિકા સાથે મંત્રણા કરી છે. બીજા દેશોએ તો ટ્રમ્પને વળતી કાર્યવાહી કરવાની રીતસરની ધમકી જ આપી છે. આ બાબત ભારતની તરફેણમાં નમે છે. 

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે લાદેલા ટેરિફ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા માટે વાટાઘાટ ચાલી રહી છે. તેમા ઉદ્યોગવાર અભિગમ અપનાવવામાં આવનાર છે. તેથી આગામી સમયમાં હાલમાં લગાડવામાં આવેલા ટેરિફમાં ઘટાડો જોઈ શકાશે તેવી હૈયાધારણ તેમણે આપી હતી.

રેસિપ્રોકલ ટેરિફની કેમિકલ, ઇલેક્ટ્રોનિક્સ, હીરા-ઝવેરાત,મશીનરી પર વધારે અસર

અમેરિકાએ લાદેલા ટેરિફનું વર્ગીકરણ

સેક્ટર

યુએસ

યુએસ

ફેરફાર

 

વર્તમાન

રેસિપ્રોકલ

(ટકામાં)

 

ટેરિફ

 ટેરિફ

 

પીણા, નાસ્તો, દારૃ

૭.૮

૨૬

૧૮

ધાન

૫.૩

૨૬

૨૧

રસાયણો

૩.૮

૨૬

૨૨

ઇલેક્ટ્રોનિક્સ

૦.૫

૨૬

૨૬

ઊર્જા

૦૦

૦૦

૦૦

ખાતર

૦૦

૨૬

૨૬

ફળો-શાકભાજી

૫.૭

૨૬

૨૦

ફર્નિચર

૨.૨

૨૬

૨૪

હીરા-રત્નો

૧.૮

૨૬

૨૪

ચામડુ-પગરખા

૭.૧

૨૬

૧૯

મશીનરી

૧.૪

૨૬

૨૫

માંસ,માછલી,ઇંડા,ડેરી

૦.૭

૨૬

૨૫

ધાતુઓ 

૨.૦

૨૬

૨૪

તેલ, ચેરબી, અર્ક

૧.૦

૨૬

૨૫

દવાઓ

૦૦

૦૦

૦૦

પ્લાસ્ટિક

૪.૪

૨૬

૨૨

રબર

૨.૦

૨૬

૨૪

ટેક્સ્ટાઇલ્સ

૯.૪

૨૬

૧૭

પરિવહન

૦.૮

૨૬

૨૫

અન્ય

૨.૧

૨૬

૨૪

સ્ત્રોત : WITS, WTO, કોટક ઇન્સ્ટિટયુશનલ ઇક્વિટીઝ

 

 

 


Tags :