બ્રિટિશ હાઈ કમિશનરની PoK મુલાકાત પછી ભારતનો આક્રોશ, આ પગલું ગંભીર અને અસ્વીકાર્ય
બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટે PoKના મીરપુરની મુલાકાત લીધી હતી
UK High Commissioner To Pakistan: ભારત સરકારે બ્રિટિશ હાઈ કમિશન જેન મેરિયટના પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(PoK)ની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે. બ્રિટિશ હાઈ કમિશનરની આ મુલાકાતને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંધાજનક ગણાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ સંબંધમાં પ્રતિક્રિયા આપી છે.
બ્રિટિશ હાઈ કમિશનર સામે ભારતનો આક્રોશ
બ્રિટિશ હાઈ કમિશનર સામે ભારતે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું આ પ્રકારનું ઉલ્લંઘન ગંભીર અને અસ્વીકાર્ય છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.
જેન મેરિયટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તસવીરો શેર કરી
બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પીઓકેના મીરપુરની મુલાકાતની તસવીરો શેર કરીને લખ્યું ‘મીરપુરને સલામ, બ્રિટન અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંબંધો હ્યદયના છે! 70 ટકા બ્રિટિશ પાકિસ્તાનીઓ મૂળ મીરપુરના છે, તેથી આપણા બધાએ સાથે મળીને કામ કરવું પ્રવાસી હિત માટે મહત્ત્વપૂર્ણ છે. તમારા આતિથ્ય માટે આભાર!’
પાકિસ્તાનના રાજકિય પક્ષ સાથે મુલાકાત કરી
જેન મેરિયટે અગાઉ 8મી જાન્યુઆરીએ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, "અત્યારે હું કરાચી, લાહોર અને ઈસ્લામાબાદમાં તમામ મહત્વપૂર્ણ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી રહી છું. મૂળભૂત આર્થિક સુધારા ચાલુ રાખવા જરૂરી છે. 8 ફેબ્રુઆરીએ યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી પાકિસ્તાનના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.