'વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત...' પરંતુ ભારતનો વિકાસ દર કેવો રહેશે? જાણો શું કહે છે OECDનો રિપોર્ટ

વર્ષ 2023 અને 2024માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે

રિપોર્ટ અનુસાર ભારતનો વિકાસ દર 2024માં 6 ટકા રહેવાની સંભાવના

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
'વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત...' પરંતુ ભારતનો વિકાસ દર કેવો રહેશે? જાણો શું કહે છે OECDનો રિપોર્ટ 1 - image


વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સતત ઘટાના સંકેત દેખાઈ રહ્યા છે ત્યારે ભારતની GDP સૌથી ઝડપી વધી રહી છે. વર્ષ 2023 અને 2024માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. આ સમયગાળામાં છુટક ફુગાવો પણ G-20 દેશો કરતા ઓછો રહેશે અને ખાસ વાત એ છે કે તે RBIના 6 ટકાની સંતોષકારક રેન્જમાં રહેશે.

ભારતનો વિકાસ દર 2024માં 6 ટકા રહેવાની સંભાવના

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર 2023માં ભારતનો વિકાસ દર 6.3 ટકા અને વર્ષ 2024માં 6 ટકા રહેવાની સંભાવના છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આ સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર ક્રમશ 3 ટકા અને 2.7 ટકા રહેવાની શક્યતા છે. G-20માં સામેલ વિકસિત દેશોની અર્થવ્યવસ્થાનો વિકાસ 2023માં 1.5 ટકા અને વર્ષ 2024માં 1.2 ટકા રહેવાની સંભાવના છે.

વર્ષ 2023માં ભારતમાં છુટક ફુગાવો 5.3 ટકા રહી શકે : OECD

OECDના જણાવ્યા અનુસાર વિશ્વમાં આર્થિક તણાવ અને સંરક્ષણવાદના વધુ દેખાત સંકેતો હોવા છતાં જ્યા સુધી ફુગાવો અંકુશમાં ન આવે ત્યા સુધી કેન્દ્રિય બેંકોએ વ્યાજ દરો વર્તમાન સ્તર કરતા ઊંચા રાખવા જોઈએ. સંસ્થાના મુખ્ય આર્થશાસ્ત્રી ક્લેર લોમ્બાર્ડેલીએ કહ્યું હતું કે નાણાકિય નીતિને સરળ બનાવવા પર વિચાર કરતા પહેલા ફુગાવાને હરાવવામાં સતત પ્રગતિ જોવી જરુરી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં ભારતમાં છુટક ફુગાવો 5.3 ટકા રહી શકે છે જે વર્ષ 2024માં ઘટીને 4.8 ટકા થઈ જશે. આ સમયગાળા દરમિયાન G-20 દેશોમાં ક્રમશ 6 ટકા અને 4.8 ટકા રહેવાની શક્યતા છે.


Google NewsGoogle News