Get The App

'રશિયાથી ઓઈલ ખરીદી ભારતે દુનિયા પર ઉપકાર કર્યો...', મોદી સરકારના મંત્રી આવું કેમ બોલ્યા?

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Hardeep Singh Puri


Union Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી છે. જેમાં તેમને કહ્યું છે કે, 'ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને આખી દુનિયા પર ઉપકાર કર્યો છે.'

ભારતે વિશ્વ પર ઉપકાર કર્યો છે: હરદીપ સિંહ પુરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે જો ભારતે રશિયા પાસેથી તેલ ન ખરીદ્યું હોત તો તેની કિંમત ઝડપથી વધી ગઈ હોત. આવું કરીને ભારતે વિશ્વ પર ઉપકાર કર્યો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ ભારતને સારા દર આપશે તેની પાસેથી જ ખરીદી કરવામાં આવશે. યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને કારણે રશિયાને ઘણા દેશોના પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો.'

રશિયન તેલ પર ક્યારેય કોઈ પ્રતિબંધ નહોતો

કેન્દ્રીય મંત્રી પુરીએ વધુમાં કહ્યું છે કે, 'જો અમે આવું ન કર્યું હોત તો તેલની વૈશ્વિક કિંમત બેરલ દીઠ $ 200 વધી ગઈ હોત. રશિયન તેલ પર ક્યારેય કોઈ પ્રતિબંધ નહોતો, ત્યાં માત્ર કિંમતની મર્યાદા હતી. ભારતીય કંપનીઓએ તેનું પાલન કર્યું છે.'

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ આજે થશે નિવૃત્ત, અયોધ્યા સહિતના 10 ચુકાદા હંમેશા યાદ રહેશે

જે પણ સસ્તા દર આપશે તેમની પાસેથી જ એનર્જી ખરીદીશું 

હરદીપ સિંહ પુરીએ આ બાબતે આગળ લખ્યું કે, 'આપણે એ ન ભૂલવું જોઈએ કે અધૂરી માહિતી ધરાવતા કેટલાક લોકોએ ભારત પર પ્રતિબંધો લાદવાની વાત કરી હતી. અન્ય ઘણા યુરોપિયન અને એશિયાઈ દેશોએ અબજો ડોલરનું ક્રૂડ ઓઈલ, ડીઝલ, એલએનજી અને દુર્લભ ખનિજોની વિશાળ માત્રામાં ખરીદી કરી છે. અમારી ઓઈલ કંપનીઓને જે પણ સસ્તા દર આપશે તેમની પાસેથી જ  એનર્જી ખરીદી કરીશું.'

ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા

કેન્દ્રીય મંત્રી પુરીએ જણાવ્યું કે, 'ભારત એકમાત્ર સૌથી મોટો ઉપભોક્તા છે, જ્યાં અન્ય દેશોમાં વૈશ્વિક ભાવમાં વધારો થવા છતાં પણ 3 વર્ષમાં તેલના ભાવમાં ભારે ઘટાડો થયો છે.' ખાસ વાત એ છે કે ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે, જે પોતાની જરૂરિયાતના 80 ટકા માટે વિદેશથી ખરીદી પર નિર્ભર છે.

'રશિયાથી ઓઈલ ખરીદી ભારતે દુનિયા પર ઉપકાર કર્યો...', મોદી સરકારના મંત્રી આવું કેમ બોલ્યા? 2 - image


Google NewsGoogle News