5 વર્ષોમાં કુલ ડિફેન્સ એક્સપોર્ટ 52000 કરોડને પાર, ભારતથી લગભગ 80 દેશ કરે છે હથિયારોની આયાત

ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ (DDP)ના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2023-24 માં અત્યાર સુધી ભારતે 6,052 કરોડ રૂપિયાના ડિફેન્સ ઉપકરણો, સબ સિસ્ટમ્સ, પાર્ટ્સ અને કમ્પોનેન્ટની નિકાસ કરી

ભારત નાણાકીય વર્ષ 2023-24 થી 2029-30 વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 143 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
5 વર્ષોમાં કુલ ડિફેન્સ એક્સપોર્ટ 52000 કરોડને પાર, ભારતથી લગભગ 80 દેશ કરે છે હથિયારોની આયાત 1 - image

India equipment exports: સંરક્ષણ ક્ષેત્રથી સારા અહેવાલ આવ્યા છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ સતત વધારી દીધી છે. ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ (DDP)ના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2023-24 માં અત્યાર સુધી ભારતે  6,052 કરોડ રૂપિયાના ડિફેન્સ ઉપકરણો, સબ સિસ્ટમ્સ, પાર્ટ્સ અને કમ્પોનેન્ટની નિકાસ કરી છે.

કુલ પાંચ વર્ષોમાં આવી છે સ્થિતિ 

છેલ્લાં પાંચ વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કુલ ડિફેન્સ એક્સપોર્ટ 52000 કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. ડિફેન્સ એક્સપોર્ટમાં ખાનગી સેક્ટરની ભાગીદારી મહત્ત્વપૂર્ણ રહી છે જેનાથી નિકાસમાં ભારે વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી કુલ એક્સપોર્ટમાં ખાનગી સેકટરની ભાગીદારી બે તૃતીયાંશ થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષોમાં તે 45% થી 90% સુધી રહી હતી. લગભગ 80 દેશ ભારતથી ડિફેન્સ ઉપકરણોની આયાત કરે છે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 143 લાખ કરોડ ખર્ચ થશે 

ભારત નાણાકીય વર્ષ 2023-24 થી 2029-30 વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 143 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. રેટિંગ એજન્સી ક્રિસિલે કહ્યું કે આ રકમ ગત સાત વર્ષોમાં ખર્ચાયેલા 67 લાખ કરોડ રૂપિાયની તુલનાએ બમણાથી પણ વધુ છે. દર વર્ષ અનુસાર નિકાસની વાત કરીએ તો ભારતે 2019-20 માં 9,116 8,007, 2020-21 માં 8,435 7,27, 2021-22 માં 12, 815 5,965, 2022-23 માં 15,918 9,050, 2023-24 માં અત્યાર સુધી 6,052 3,741 કરોડ રૂપિયાના હથિયારોની નિકાસ કરી છે. 

5 વર્ષોમાં કુલ ડિફેન્સ એક્સપોર્ટ 52000 કરોડને પાર, ભારતથી લગભગ 80 દેશ કરે છે હથિયારોની આયાત 2 - image


Google NewsGoogle News