ખાલિસ્તાની નિજ્જરની યાદમાં કેનેડાની સંસદમાં મૌન મામલે ભારતે આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
MEA Spokesperson Randhir Jaiswal


India-Canada Tensions: કેનેડાની સંસદે બે મિનિટનું મૌન પાળીને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે આ મામલે ભારતે પણ કેનેડાને આ જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિજ્જરની યાદમાં મૌન રાખવાની નિંદા કરતા જણાવ્યું હતું કે 'અમે એવા તમામ પગલાનો વિરોધ કરે છે જે રાજકારણમાં કટ્ટરપંથી માટે જગ્યા બનાવે છે અને હિંસાની તરફેણ કરે છે.'

ખાલિસ્તાની આતંકવાદ અમારા માટે ચિંતાનો વિષય: રણધીર જયસ્વાલ

ખાલિસ્તાની આતંકવાદ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે સતત ભારપૂર્વક કહ્યું છે કે, 'ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અમારા માટે ચિંતાનો વિષય છે. અમે કેનેડાની સરકાર સાથે કાર્યવાહી કરવા વારંવાર વાત કરી રહ્યા છીએ. કેનેડામાં ઉગ્રવાદીઓને રાજકીય સ્વતંત્રતા આપવામાં આવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'

નિજ્જરની હત્યાને એક વર્ષ પૂરું થતાં બની ઘટના 

કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની પ્રથમ વરસીએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાના 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે કેનેડાની સંસદે આ શરમજનક કૃત્ય કર્યું હતું. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

નિજ્જરને ભારતે આતંકી જાહેર કર્યો છે 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે 18મી જૂને ગુરુદ્વારાના પાર્કિંગમાં હુમલાખોરોએ ઠાર માર્યો હતો. હરદીપ સિંહ કેનેડાના વાનકુવર શહેરમાં સ્થિત ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ પણ હતા. નિજ્જર ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા ભારતીય મૂળના કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હતો. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તે આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલો હતો.


Google NewsGoogle News