ચીનના પીઠ્ઠુ માલદીવની શાન ઠેકાણે લાવવા ભારતનો માસ્ટરસ્ટ્રોક, અહીં બનાવાશે નૌસેનાનો એરબેઝ

લક્ષદ્વીપ ટાપુઓ પર બની રહેલું ભારતનું નવું નેવલ એરબેઝ માર્ચમાં શરૂ થઈ જશે

ચીન-માલદીવ સાથેના વિવાદના કારણે આ નેવલ એરબેઝ ભારત માટે ખૂબ મહત્ત્વનું

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ચીનના પીઠ્ઠુ માલદીવની શાન ઠેકાણે લાવવા ભારતનો માસ્ટરસ્ટ્રોક, અહીં બનાવાશે નૌસેનાનો એરબેઝ 1 - image


India New Naval Airbase INS Jatayu : ભારતે ચીનના પીઠ્ઠુ બનેલા માલદીવની શાન ઠેકાણે લાવવા માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભારતે મિનિકૉય ટાપુ (Minicoy Island)માં નૌસેના માટે નવું એરબેઝ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને તે આવતા અઠવાડિયામાં શરૂ થયા બાદ ભારતનું રાફેલ ફાઈટર જેટ ગર્જના કરતું જોવા મળશે. તાજેતરમાં જ મુઇઝુ સરકારે ભારત સાથે વિવાદ (India-Maldives Controversy) કર્યો હતો, ત્યારબાદ આ વિવાદમાં ચીને એન્ટ્રી કરી માલદીવ (China-Maldives Friendship)માં પોતાની પક્કડ વધારી દીધી છે. તો ભારતે પણ વિવાદ વચ્ચે માસ્ટરસ્ટ્રોક મારી લક્ષદ્વીપ ટાપુઓમાં નેવલ એરબેઝ બનાવી રહી છે.

નવું એરબેઝ INS જટાયુનો 6 માર્ચથી પ્રારંભ

ભારતીય નૌસેના દ્વારા લક્ષદ્વીપના મિનિકૉય ટાપુમાં આગામી સપ્તાહે એક નવું એરબેઝ શરૂ કરવાની સાથે આઈએનએસ જટાયુની પણ સ્થાપના કરાશે. છઠ્ઠી માર્ચે ભારતીય સેના નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની ઉપસ્થિતિમાં સ્થાપના કરાશે. આઈએનએસ જટાયુથી નૌસેનાની તાકાત વધવાની સાથે લક્ષદ્વીપના ટાપુઓની સુરક્ષા પણ વધશે. તેની સ્થાપનાથી ટાપુઓમાં ભારતીય નૌસેનાની સંચાલન શક્તિ અને કનેક્ટિવિટીમાં પણ વધારો થશે.

માલદીવ ભારત-ચીન બંને માટે ખૂબ મહત્વનો

ઉલ્લેખનીય છે કે, માલદીવ સરકાર ભારત સાથેના તમામના સંબંધો તોડી ચીન તરફ ઝુકી ગયું છે. હવે ભારત બંને દેશોની મિત્રતાને ચીનની વ્યૂહાત્મકની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે. સામાન્ય રીતે માલદીવ નાનો દેશ છે, પરંતુ તેનો વિસ્તાર ચીન અને ભારત બંને માટે ખૂબ મહત્વનો છે. માલદીવના ટાપુઓ લગભગ 960 કિલોમીટર ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા છે. તેમાંના કેટલાક ટાપુઓ હિન્દ મહાસાગરની વચ્ચેની એક દિવાલ સમાન છે.

કમાન્ડર્સ કોન્ફરન્સનું પણ આયોજન

ભારતીય નૌકાદળ INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત સહિત બે એરક્રાફ્ટ કેરિયર્સ પર તેના કમાન્ડરોની કોન્ફરન્સનું પણ આયોજન કરશે. આ દરમિયાન તેઓ એક એરક્રાફ્ટ કેરિયર પરથી ટેક ઓફ કરવા અને બીજા પર લેન્ડિંગ જેવા ઘણા ઓપરેશન હાથ ધરશે. નેવી આવતા અઠવાડિયે કોચીમાં યુએસ પાસેથી મેળવેલા ચાર મલ્ટી-રોલ હેલિકોપ્ટર MH-60 રોમિયોને પણ ઔપચારિક રીતે સામેલ કરશે.


Google NewsGoogle News