વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની ૧૪ ટીવી એન્કરોના બહિષ્કારની જાહેરાત
આ એન્કરોના ડિબેટ કાર્યક્રમોમાં વિપક્ષ પોતાના પ્રતિનિધિઓને નહીં મોકલે
ભાજપે ઇમરજન્સી સાથે સરખામણી કરી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ ૧૪ ટેલિવિઝન એન્કરનો બહિષ્કાર
કરવાની જાહેરાત કરી છે. ભાજપે વિપક્ષના આ નિર્ણયની ઇમરજન્સી સાથે સરખામણી કરી છે.
બીજી તરફ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ અને ડિજિટલ એસોસિએશન
(એનબીડીએ)એ જણાવ્યું છે કે વિપક્ષના આ નિર્ણયથી ખતરનાક ટ્રેન્ડ શરૃ થશે જે લોકશાહી
વિરુદ્ધ છે.
ઇન્ડિયા ગઠબંધનની મીડિયા કમિટીએ ૧૪ પત્રકારોના
કાર્યક્રમોનોે બહિષ્કાર કરવા અને ચેનલ તથા અન્ય પ્લેટફોર્મ પર આ પત્રકારોના ડિબેટ
કાર્યકમમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાનો નિર્ણય લીધો છે.
વિપક્ષના ગઠબંધનની મીડિયા કમિટીએ એક નિવેદનમાં જણાવ્યું
હતું કે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના
રોજ યોજાયેલ ઇન્ડિયા કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર ૧૪
એન્કરોના કાર્યક્રમોમાં અમારા પ્રતિનિધિઓને મોકલવામાં નહીં આવે.
આ નિર્ણયને યોગ્ય ઠેરવતા
કોંગ્રેસ પ્રવક્તા અને વિપક્ષ ગઠબંધનની કમિટીના સભ્ય પવન ખેરાએ જણાવ્યું
હતું કે કેટલીક ચેનલો છેલ્લા નવ વર્ષથી નફરત કા બજાર ચલાવી રહ્યાં છે.
આ નિર્ણયની ટીકા કરતા ભાજપના મુખ્ય પ્રવક્તા અને સાંસદ અનીલ
બુલાનીએ જણાવ્યું હતું કે વિપક્ષે તેની દમનકારી, સરમુખતારશાહી અને પ્રતિકૂળ માનસિકતા દર્શાવી છે.