ચીને અરૂણાચલ પ્રદેશમાં વસાવ્યું ગામ, ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ
નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2021 સોમવાર
ચીન અરૂણાચલ પ્રદેશમાં એક નવું ગામ વસાવી રહ્યું છે, જેમાં લગભગ 101 મકાનો છે, આ પ્રકારનાં મિડિયા રિપોર્ટસ બહાર આવતા ભારતનાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે, મિડિયા રિપોર્ટ પ્રમાણે બે અલગ-અલગ સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ વિસ્તારમાં પહેલા કોઇ જ બાધકામ થયેલું ન હતું, જ્યારે હાલની તસવીરમાં કન્સ્ટ્રક્સન કાર્ય થયેલું જોવા મળી રહ્યું છે.
વિદેશ મંત્રાલયનો જવાબ
ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ સોમવારે જણાવ્યું કે તેણે ભારતની સાથે સરહદી વિસ્તારમાં ચીનનાં નિર્માણ કાર્યની હાલની તસવીરો જોઇ છે, અને સરકારની તેના પર બાજ નજર છે.
ચીન વર્ષોથી સરહદે નિર્માણ કાર્ય કરી રહ્યું છે, ભારતે પણ સરહદે પોતાની સ્થિતી મજબુત કરી રહ્યું છે, મંત્રાલયે કહ્યું આપણે પણ સરહદી વિસ્તારોમાં માર્ગો અને પુલોનું નિર્માણ કાર્ય કરી રહ્યા છિએ, આપણે તે વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન સુગમ બનાવી રહ્યા છિએ, તમામ કાર્યો ભારતની સુરક્ષા પર અસર કરે છે, અને તેની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતાની સુરક્ષા માટે આપણી સેના હંમેશા તૈયાર રહે છે.