Get The App

ભારત સામે દુનિયાની 'કેન્સર કેપિટલ' બનવાનું સંકટ, દર વર્ષે 10 લાખથી વધુ કેસ, આ રહ્યો પુરાવો!

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ભારત સામે દુનિયાની 'કેન્સર કેપિટલ' બનવાનું સંકટ, દર વર્ષે 10 લાખથી વધુ કેસ, આ રહ્યો પુરાવો! 1 - image


Image Source: Freepik

India  Cancer Capital of The World: ભારત સમગ્ર વિશ્વમાં પોતાની વિશેષ સંસ્કૃતિ માટે જાણીતું છે. પરંતુ હાલમાં ભારત સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તાજેતરમાં જ સામે આવેલા નવા આંકડા દર્શાવે છે કે ભારતના લોકો કેન્સર જેવી બીમારીનો શિકાર બની રહ્યા છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા એટલી વધારે છે કે તે ધીમે-ધીમે કેન્સર કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

કેન્સર અને અન્ય નોન કમ્યુનિકેબલ બીમારી

'ઈન્ડિયન મલ્ટી નેશનલ હેલ્થકેર' ગ્રુપ એપોલો હોસ્પિટલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર દેશમાં કેન્સર અને બીજા નોન કમ્યુનિકેબલ રોગ (બિન ચેપી રોગો)ની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેના કારણે ભારત કેન્સર કેપિટલના બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે. આ રિપોર્ટ એ મહામારી તરફ દરેકનું ધ્યાન દોરે છે કે જેના માટે ભારતીયો સારવાર લેવાની જરૂર નથી સમજતા.

દર વર્ષે 10 લાખ કેસ

ભારતમાં દર વર્ષે કેન્સરના 10 લાખથી વધુ નવા કેસ નોંધાય છે. પરંતુ કેન્સરના કેસની સંખ્યા હજું પણ ડેનમાર્ક, આયર્લેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોમાં વધુ છે. પરંતુ તે અમેરિકામાં સૌથી વધુ છે. અમેરિકામાં દર 100,000 લોકો પર 300 કેસ નોંધાય છે. જ્યારે ભારતમાં આ આંકડો 100 છે.

મહામારી વિજ્ઞાનમાં ફેરફાર થયો છે. જેના કારણે પરિસ્થિતિ ઘણી રીતે બદલાઈ શકે છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પ્રી-ડાયાબિટીસથી પીડિત છે અને બે પ્રી-હાઈપરટેન્શનનો શિકાર બની રહ્યા છે. તો બીજી તરફ દસમાંથી એક વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને મગજ સંબંધિત બીમારીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ બીમારીની સંખ્યા એટલી વધી ગઈ છે કે તે ગંભીર સ્તરે પહોંચી ચૂકી છે.

આ કારણોસર ભારતમાં કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે

આ બીમારીનું સૌથી મોટું અને મુખ્ય કારણ ઉચ્ચ સ્તરનું પ્રદૂષણ, ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાવા-પીવાનું છે. ભારતમાં કેન્સરના લગભગ 40% કેસ નોંધાયા છે. તમાકુનું સેવન કરવાથી ફેફસાં, મોં અને ગળાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જ્યારે ખરાબ આહાર અને ઓછી એક્ટિવિટીના કારણે 10% લોકો આ બીમારીનો શિકાર બને છે.

સૌથી આંચકાજનક વાત એ છે કે ભારતમાં હવે યુવા વયે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે. ફેફસાનું કેન્સર જોઈએ તો તે સામાન્ય રીતે વૃદ્ધ વયના દર્દીઓને થતું હોય છે. જ્યારે ભારતમાં બીજા દેશોની તુલનાએ ઘણી નાની વયે કેન્સર થાય છે. 


Google NewsGoogle News