કેનેડા સાથેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓ વચ્ચે યોજાઈ બેઠક, જાણો શું થઈ ચર્ચા

જયશંકરે માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું કે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ, ટૂંક સમયમાં અમારી 2+2 મીટિંગ થશે

જયશંકરે અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરિન ટાય સાથે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને આર્થિક સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
કેનેડા સાથેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓ વચ્ચે યોજાઈ બેઠક, જાણો શું થઈ ચર્ચા 1 - image

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (hardeep singh nijjar)ની હત્યા પર ભારત-કેનેડા (India canada controversy) વચ્ચે વકરેલા વિવાદ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે (s jaishankar) અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન (antony blinken) સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ (India US Relation) વોશિંગ્ટનમાં બેઠક યોજી હતી. જોકે, તેમાં ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી. 

જયશંકર પાંચ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચ્યા 

બંને દેશોના ટોચના મંત્રીઓની આ બેઠકને વૈશ્વિક પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં જયશંકર પાંચ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓ ગુરુવારે મળ્યા હતા. બ્લિંકન સાથેની મુલાકાત અંગે જયશંકરે માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું કે વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. બહુ જલ્દી અમારી 2+2 મીટિંગ થશે.

બ્લિંકને જણાવ્યું કે કયા મુદ્દા પર ચર્ચા થઈ?

એસ. જયશંકર સાથેની તેમની મુલાકાત વિશે માહિતી આપતાં અમેરિકી વિદેશમંત્રી બ્લિંકને પણ ટ્વિટર પર કહ્યું કે તેઓ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરનું  અમેરિકી વિદેશ મંત્રાલયમાં સ્વાગત કરીને ખુશ છે. ગયા અઠવાડિયે અમે ખૂબ જ સારી ચર્ચા કરી હતી. ચોક્કસપણે G-20 સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જયશંકરે અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરિન ટાય સાથે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને આર્થિક સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર પણ ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી.

બંને નેતાઓએ બેઠકના મુદ્દાઓ પર સંપૂર્ણ મૌન જાળવ્યું

જયશંકર ગુરુવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમણે થિંક-ટેન્ક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા. જો કે આ બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થઈ તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. અહેવાલ મુજબ બ્લિંકને મીટિંગ પહેલા કેનેડા મુદ્દે પત્રકારોના સવાલોના જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News