અમારા દૂતાવાસ પર હુમલો, સ્મોક બોમ્બ ઝિંક્યા, કોઈ બીજા દેશ સાથે આવું થયું હોત તો, USમાં જયશંકર વરસ્યાં

કેનેડા એક એવો દેશ બની ગયો છે જે ભારતમાંથી સંગઠિત અપરાધીઓને આશરો આપે છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
અમારા દૂતાવાસ પર હુમલો, સ્મોક બોમ્બ ઝિંક્યા, કોઈ બીજા દેશ સાથે આવું થયું હોત તો, USમાં જયશંકર વરસ્યાં 1 - image


India Canada Row : ભારત-કેનેડા વચ્ચે તણાવપૂર્ણ સંબંધો જોવા મળી રહ્યા છે. ખાલિસ્તાની આંતકવાદી નિજ્જરની હત્યા મામલે કેનેડા દ્વારા ભારત પર આરોપ લગાવ્યા હતા. ત્યારે બાદ બન્ને એકબીજાના રાજદૂતને હાંકી કાઢ્યા હતા. એવા ફરી એકવાર અમેરિકાથી વિદેશ મંત્રી એસ. જયશંકરનું આક્રમક નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર કેનેડાને મુહતોડ જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું કે, કેનેડામાં જે પણ થઈ રહ્યું છે તે સામાન્ય વાત નથી. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠવ્યો કે, જો આવું બીજા કોઈ દેશમાં થયું હોત તો શું વિશ્વ તેને સ્વીકારત? એસ. જયશંકરે વધુમાં કહ્યું કે, કેનેડા એક એવો દેશ બની ગયો છે જ્યાં ભારતમાંથી સંગઠિત અપરાધ, લોકોની દાણચોરી, અલગતાવાદ અને હિંસાનો સમન્વય છે.

કેનેડા પર જયશંકરનો રોષ

કેનેડાના વડાપ્રધાન પર રોષ વ્યક્ત કરતા એસ. જયશંકરે કહ્યું કે, તેમના દ્વારા ખાનગી અને જાહેરમાં આ રીતનો આક્ષેપો કરવો તે યોગ્ય વાત નથી. કેનેડાએ  ખાલિસ્તાની આંતકવાદીઓ પર અંકુશ રાખવો જોઈએ. જોકે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ભારતના કડક વલણ બાદ યુ-ટર્ન લીધો છે. મોટી વાતએ છે કે, વારંવાર આક્ષેપો કરવા છતાં જસ્ટિન ટ્રુડો એક પણ પુરાવો રજૂ કરી શક્યા નથી.

  અમારા દૂતાવાસ પર હુમલો, સ્મોક બોમ્બ ઝિંક્યા, કોઈ બીજા દેશ સાથે આવું થયું હોત તો, USમાં જયશંકર વરસ્યાં 2 - image

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો યુ-ટર્ન...

ત્યારબાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતના આક્રમક વલણથી કેનેડામાં જસ્ટિન ટ્રુડો પર સવાલો ઉઠવા લાગ્યા, તેમના જ સાંસદોએ સવાલો ઉઠાવ્યા. કેનેડાના વડાપ્રધાન પાસે તેમના જ વિપક્ષી સાંસદોએ પુરાવા માંગ્યા હતા. જેના લીધે હવે જસ્ટિન ટ્રુડો ખુદ ભારતને મહાસત્તા ગણાવીને મિત્રતાને નવી ઊંચાઈએ લઈ જવાની હિમાયત કરી રહ્યા છે.


Google NewsGoogle News