ભારતે કેનેડાના નાગરિકો માટે ફરી શરૂ કરી વિઝા સર્વિસ, માત્ર આ લોકોને મળશે સુવિધા

માત્ર પ્રવેશ વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીમાં જ વિઝા સર્વિસ શરૂ કરાઈ

વિઝા સર્વિસ અંગે ઓટ્ટાવા સ્થિત ભારતના હાઈકમિશને આપી માહિતી, સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરાયા બાદ લેવાનો નિર્ણય

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ભારતે કેનેડાના નાગરિકો માટે ફરી શરૂ કરી વિઝા સર્વિસ, માત્ર આ લોકોને મળશે સુવિધા 1 - image

નવી દિલ્હી, તા.25 ઓક્ટોબર-2023, બુધવાર

ભારત અને કેનેડા (India-Canada Controversy) વચ્ચે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા (Hardeep Singh Nijjar Murder Case) મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારતે કેનેડાના લોકો માટે આજે 25 ઓક્ટોબરથી વિઝા સર્વિસ (Visa Services) ફરી શરૂ કરી દીધી છે.

કેનેડાના ઓટ્ટાવામાં ભારતના હાઈ કમિશને (High Commission of India) સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે, આ વિઝા સર્વિસને માત્ર પ્રવેશ વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીમાં જ શરૂ કરાયા છે.


સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરાયા બાદ વિઝા સર્વિસ ફરી શરૂ કરાઈ

હાઈકમિશને વધુમાં કહ્યું કે, સુરક્ષાના કારણોસર વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ મુકાયો હતો. જોકે સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરવામાં આવ્યા બાદ વિઝા સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ વિદેશમંત્રી એસ.જયશંકરે (Foreign minister S Jaishankar) કહ્યું હતું કે, જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે ટૂંક સમયમાં કેનેડાના લોકો માટે વિઝા (Canada Visa) સેવા શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે, ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની (Indian diplomat) સુરક્ષાની ચિંતા હતી. કેનેડા રાજદ્વારીઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડી શક્યું નથી, જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.


Google NewsGoogle News