Get The App

સરહદ પર તણાવ: ભારતે બાંગ્લાદેશ સરકારને આપ્યો જડબાતોડ જવાબ

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
સરહદ પર તણાવ: ભારતે બાંગ્લાદેશ સરકારને આપ્યો જડબાતોડ જવાબ 1 - image


India Bangladesh Border Fencing : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ પર ફેન્સિંગ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશે માલદાના બૈશ્નબનગરના સુકદેવપુરા વિસ્તારમાં ફેન્સિંગનું કામ અટકાવવાનો પ્રાયસ કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત સરકારે આ વિવાદ મુદ્દે બાંગ્લાદેશી રાજદ્વારી મોહમ્મદ નુરાલ ઈસ્લાને બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બંને દેશોની સરહદ નવાદા ચોકી પર 10 જાન્યુઆરીએ ગોળીબારની ઘટના બની હતી, જેમાં બાંગ્લાદેશે ભારતીય સેના દ્વારા ગોળીબાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારબાદ ગઈકાલે (12 જાન્યુઆરી) ભારતીય હાઈકમિશનર પ્રણય વર્માને બોલાવ્યા હતા.

ભારતની બાંગ્લાદેશને સ્પષ્ટ ચેતવણી

ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ બાંગ્લાદેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરહદ પર સુરક્ષા માટે ફેન્સિંગ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણે સુરક્ષાને ધ્યાને રાખી સરહદ પર ફેન્સિંગ મામલે સમજૂતી કરાર કર્યા છે. બંને દેશોના બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF અને BGB નિયમિત ચર્ચાઓ કરતા રહે છે. અમને આશા છે કે, આ સમજૂતીને લાગુ કરવામાં આવશે અને સરહદ પર ગુનાઓને રોકવા માટે સહયોગ આપવામાં આવશે.

આ પણ વાંચો : ઓમર અબ્દુલ્લાએ PM મોદીના ભરપેટ વખાણ કર્યા, કોંગ્રેસની વધશે ચિંતા?

યુનૂસ સરકારે અગાઉની સરકારને જવાબદાર ઠેરવ્યા

બીજીતરફ બાંગ્લાદેશના ગૃહકાર્ય સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ આ વિવાદ મુદ્દે અગાઉની સરકારને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકાર દરમિયાન કેટલાક સામાન્ય સમજૂતી કરારે બંને દેશોની સરહદ પર અનેક ગૂંચવણો ઉભી કરી છે. આ સમજૂતીના કારણે આજે બંને દેશોની સરહદ પર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ફેન્સિંગનું કામ કેમ અટકાવાયું ?

બીએસએફ દ્વારા માલદાના સુકદેવપુર વિસ્તારમાં ગત અઠવાડિયે ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન બાંગ્લાદેશના સીમા સુરક્ષા દળ (BGB)એ વાંધો ઉઠાવ્યો હતો. બીજીબીએ કહ્યું હતું કે, ફેન્સિંગની કામગીરીના કારણે સરહદ નજીક આંતરરાષ્ટ્રીય સમજૂતીનું ઉલ્લંઘન થયું છે. આ વાંધાના કારણે ફેન્સિંગનું કામ અટકાવી દેવાયું હતું. ત્યારબાદ બુધવારે થોડા સમય માટે ફરી કામ શરૂ કરાયું હતું. પછી બંને દેશોના સીમા સુરક્ષા દળ વચ્ચે ફ્લેગ મિટિંગ યોજાઈ અને ફરી કામ અટકાવી દેવાયું.

આ પણ વાંચો : મહાકુંભમાં કલ્પવાસ એટલે શું? સ્ટીવ જોબ્સના પત્નીએ કરવું પડશે આ નિયમોનું પાલન

.


Google NewsGoogle News