Get The App

‘SC-STના બાળકો માટે અનામત ઘટાડવાનો પ્રયાસ...’ ખડગેનો મોદી સરકાર પર આક્ષેપ

રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ દરમિયાન ખડગેનો મોદી સરકાર પર કટાક્ષ

ચૂંટણી મામલે ખડગેએ પીએમ તરફ ઈશારો કરી કટાક્ષ કરતા ગૃહમાં સૌકોઈ હસવા લાગ્યા

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
‘SC-STના બાળકો માટે અનામત ઘટાડવાનો પ્રયાસ...’ ખડગેનો મોદી સરકાર પર આક્ષેપ 1 - image

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 9President Droupadi Murmu)ના સંબોધન પરના આભાર પ્રસ્તાવ દરમિયાન કેન્દ્રીની મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર SC-STના બાળકો માટે અનામત ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરફ ઈશારો કરી એવો કટાક્ષ કર્યો કે, સૌકોઈ હસવા લાગ્યા હતા, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

SC-STના બાળકો માટે અનામત ઘટાડવાનો પ્રયાસ: ખડગે

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન ખડગેએ અનામતનો ઉલ્લેખ કરી સરકાર પર આક્ષેપ કર્યો કે, ‘OBCના બાળકો માટે જે 27 ટકા અનામત છે, તે તેમને મળી રહ્યું નથી. આવી જ રીતે SC-STના બાળકોના અનામતને પણ ઘટાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તે અંગે કોઈપણ સરકાર તપાસ કરતી નથી.’

‘નેહરુજીએ આઝાદી બાદ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું’

ખડગેએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘પંડિતજીએ આઝાદી બાદ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું. તેમણે પોતાની યોજનાઓ હેઠળ પ્રાઈમરી સ્કૂલો, હાઈસ્કૂલો, કૉલેજ, આઈઆઈટી જેવી સંસ્થાઓ ખોલી. આ સંસ્થાનો તમામને લાભ મળવો જોઈએ.’

આ લોકો મોદીજીની કૃપાથી ચૂંટાઈને આવ્યા

આ ઉપરાંત ખડગેએ વડાપ્રધાન તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘તમારી પાસે ઘણી બહુમતી છે... પહેલા 330-340 પર પહોંચી હતી... હવે 400ને પાર થઈ રહી છે.’ ખડગેની આ વાતથી ગૃહમાં સૌકોઈ હસવા લાગ્યા હતા. હસી રહેલા સાંસદો અંગે ખડગેએ કહ્યું કે, ‘આ લોકો મોદીજીની કૃપાથી ચૂંટાઈને આવ્યા છે. અમે ધારાસભ્ય તરીકે લડ્યા, સાંસદ તરીકે લડ્યા અને આજે રાજ્યસભામાં આવ્યા. અહીંના લોકો તો મોદીજીના આશીર્વાદથી આવ્યા છે.’


Google NewsGoogle News