Get The App

યુનાઈટેડ કિંગ્ડમથી એક લાખ કિલો સોનું પાછું લવાયું, જાણો ભારત માટે કેમ આ પગલું મહત્ત્વપૂર્ણ છે...

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
યુનાઈટેડ કિંગ્ડમથી એક લાખ કિલો સોનું પાછું લવાયું, જાણો ભારત માટે કેમ આ પગલું મહત્ત્વપૂર્ણ છે... 1 - image


India Bring Gold From UK: ભારત હાલમાં જ યુનાઇટેડ કિંગડમથી 1,000 ટન એટલે કે એક લાખ કિલો સોનું લાવ્યું છે. આ સોનું ભારતનું હતું, પરંતુ તેને યુ.કે.માં સ્ટોર કરાયું હતું. આ સોનાને ભારત લાવવું એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે અને તે માત્ર એક કારણસર નહીં, પરંતુ ઘણાં કારણોસર. ચાલો જાણીએ, સરકારના આ મહત્ત્વના નિર્ણય વિશે... 

આર્થિક સ્થિરતા

ભારતની આર્થિક સ્થિરતાને બૂસ્ટ કરવા માટે યુકેથી સોનું પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોનું વર્ષોથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. કરન્સીમાં વધ-ઘટ અને ફુગાવા સામે સોનું જ સૌથી સુરક્ષિત છે. સોનામાં વધુ રોકાણ કરીને ભારત તેની આર્થિક મજબૂતીમાં વધારો કરવા માંગે છે. વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ, ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 

રિકવરીના પણ સંકેત 

1990ના દાયકામાં ભારતનું અર્થતંત્ર નબળું હતું અને તે સમયગાળામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા સોનું ગિરવે મૂકવું પડ્યું હતું. વર્ષ  2024માં આ  સોનાને પરત લાવી શકાયું, તે ભારતમાં પરિવર્તનનો સંકેત છે. એટલું જ નહીં, તે દેશની આર્થિક મજબૂતી અને સ્થિરતાની પણ નિશાની છે.

લોજિસ્ટિકલ પરિણામ

એક લાખ કિલો  સોનું યુનાઇટેડ કિંગડમથી લાવવું કોઈ સહેલું કામ ન હતું. આ માટે ઘણું પ્લાનિંગ અને કો-ઓર્ડિનેશન જરૂરી હતું. આ સોનું સુરક્ષિત રીતે ભારત લાવવા માટે સ્પેશિયલ એરક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવી હતી, પરંતુ GSTના પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.

યુનાઈટેડ કિંગ્ડમથી એક લાખ કિલો સોનું પાછું લવાયું, જાણો ભારત માટે કેમ આ પગલું મહત્ત્વપૂર્ણ છે... 2 - image

મિલકતનો સદ્ઉપયોગ અને બચત

મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બૅન્કો સોનામાં વધુ રોકાણ કરે છે. તેનાથી દેશની મિલકતનો સદુપયોગ અને મેનેજમેન્ટ કરવામાં આવે છે. ભારત સરકારના આ પગલાંના કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા અન્ય દેશોને સ્ટોરેજ માટે ચૂકવવા પડતા કરોડો રૂપિયાની બચત થશે. એટલું જ નહીં, આ સોનાનો ઉપયોગ જરૂરિયાતના સમયે પણ કરી શકાશે.

રોકાણકારોમાં વધારો

દેશ અને વિદેશના રોકાણકારો માટે આ એક સારા સંકેત છે. ભારતના અર્થતંત્રને કેવી રીતે મેનેજ કરવામાં આવશે અને બેકઅપ સુવિધાઓ શું છે તે વિશે રોકાણકારો માટે મહત્ત્વપૂર્ણ માહિતી છે. આ પગલાથી ભારતીય રોકાણકારોનો આત્મવિશ્વાસ વધશે અને વિદેશી કંપનીઓ વધુ રોકાણ કરશે, જેનાથી ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

વધારાનું ગોલ્ડ રોકાણ

ભારત સોનામાં વધુ રોકાણ કરી રહ્યું છે. અત્યાર સુધી ભારતે 822.1 ટન સોનું ભેગું કર્યું છે. ગયા વર્ષે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા 27.5 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું અને આ વર્ષે એના કરતાં વધુ ખરીદવાની અપેક્ષા છે.


Google NewsGoogle News