Get The App

વિખેરાઈ જશે I.N.D.I.A. ગઠબંધન? મમતા, અખિલેશ, તેજસ્વી બાદ હવે અબ્દુલ્લાહના પણ સૂર બદલાયા

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
વિખેરાઈ જશે I.N.D.I.A. ગઠબંધન? મમતા, અખિલેશ, તેજસ્વી બાદ હવે અબ્દુલ્લાહના પણ સૂર બદલાયા 1 - image


Omar Abdullah On I.N.D.I.A Bloc: છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષ ગઠબંધન I.N.D.I.A ના નેતાઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ પણ નારાજગી ઠાલવતા જોવા મળ્યા છે. ઓમર અબ્દુલ્લાહએ I.N.D.I.A ગઠબંધનની કામગીરી પર સવાલો ઉઠાવતાં આક્ષેપો કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી કોઈ કામગીરી નહીં

ઓમર અબ્દુલ્લાહએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ છેલ્લા કેટલાક સમયથી I.N.D.I.A ગઠબંધનની કોઈ બેઠક થઈ રહી નથી. તેમના લીડર કોણ રહેશે, આગામી એજન્ડા શું હશે, ગઠબંધન આગળ કેવી રીતે વધશે, તેના પર કોઈ ચર્ચા થઈ રહી નથી. અમે એક રહીશું કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ રહી નથી. 



આ પણ વાંચોઃ રાજસ્થાનના કોટામાં આપઘાતનો સિલસિલો યથાવત્,  24 કલાકમાં વધુ બે JEE વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું

I.N.D.I.A ગઠબંધનને આપી સલાહ

અબ્દુલ્લાહએ I.N.D.I.A ગઠબંધનને સલાહ આપતાં કહ્યું છે કે, દિલ્હી ચૂંટણી બાદ ગઠબંધનની એક બેઠક થવી જોઈએ. તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા થવી જોઈએ. જો ગઠબંધન માત્ર લોકસભા સુધી જ સીમિત હતું, તો I.N.D.I.A ગઠબંધનનો અંત લાવો. તેને વિધાનસભામાં પણ જાળવી રાખવુ હોય તો સાથે મળીને કામ કરવુ પડશે.

 તેજસ્વી યાદવે પણ છેડો ફાડ્યો

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ અગાઉ I.N.D.I.A ગઠબંધન છેડો ફાડવાના પર જણાવ્યું હતું કે, અગાઉથી જ નિશ્ચિત હતું કે, I.N.D.I.A ગઠબંધન લોકસભા માટે છે. જો બિહારની વાત કરીએ તો અહીં અમે શરૂઆતથી આગળ છીએ. (અહીં તેમની જરૂર નથી.)

અખિલેશના નિવેદનથી હોબાળો

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ લોકસભા ચૂંટણી બાદ સતત I.N.D.I.A ગઠબંધન પર આકરા પ્રહારો કરતાં આવ્યા છે. તેમાં ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, અમે દિલ્હીના લોકો સાથે ભેદભાવ થતાં જોયો છે. અરવિંદ કેજરીવાલને હું શુભેચ્છાઓ પાઠવુ છું. મને વિશ્વાસ છે કે, દિલ્હીની માતાઓ અને બહેનો દિલ્હીના લાલને ફરીથી સત્તા પર આવવાની તક આપશે. સપા સંપૂર્ણ જવાબદારી સાથે આપ સાથે ઉભી છે. બીજી તરફ આપએ I.N.D.I.A ગઠબંધનની મહત્ત્વની પાર્ટી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.  તે વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે. 

વિખેરાઈ જશે I.N.D.I.A. ગઠબંધન? મમતા, અખિલેશ, તેજસ્વી બાદ હવે અબ્દુલ્લાહના પણ સૂર બદલાયા 2 - image


Google NewsGoogle News