Get The App

VIDEO : ‘હિન્દીમાં બધા ભારત જ કહે છે, પરંતુ...’, દેશનું નામ બદલવાની ચર્ચા વચ્ચે મમતા બેનર્જીની મોટી પ્રતિક્રિયા

G20 સંમેલનનું રાત્રિભોજનનું આમંત્રણ કાર્ડ ‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામથી મોકલાતા મમતાએ કેન્દ્ર પર કર્યા આક્ષેપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર દેશનું નામ બદલવાનો આરોપ લગાવ્યો

Updated: Sep 5th, 2023


Google News
Google News
VIDEO : ‘હિન્દીમાં બધા ભારત જ કહે છે, પરંતુ...’, દેશનું નામ બદલવાની ચર્ચા વચ્ચે મમતા બેનર્જીની મોટી પ્રતિક્રિયા 1 - image

નવી દિલ્હી, તા.05 સપ્ટેમ્બર-2023, મંગળવાર

દેશભરમાં દેશનું નામ બદલવાન ચર્ચાએ જોર પકડ્યું છે... ઈન્ડિયાનું નામ ભારત કરવાની વાત વાયુવેગે ફેલાતા સૌકોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પ્રતિક્રિયા આપી છે... તેમણે આજે કહ્યું કે, ‘ઈન્ડિયા જ ભારત છે, તો અચાનક શું થયું કે દેશને માત્ર ભારત જ કહેવું જોઈએ...

‘આપણે બધા હિન્દીમાં ભારત બોલીએ છીએ, એમાં નવું શું છે ?’

દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં G20 શિખર સંમેલનનું રાત્રિભોજન યોજાવાનું છે અને તે માટે આમંત્રણ કાર્ડનું પણ વિતરણ થઈ ગયું છે. આ આમંત્રણ કાર્ડ ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ (ભારતના રાષ્ટ્રપતિ)ના નામથી મોકલવા પર મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કેન્દ્ર સરકાર પર દેશનું નામ બદલવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘આપણે બધા હિન્દીમાં ભારત બોલીએ છીએ, એમાં નવું શું છે ?’

કોંગ્રેસે પણ કેન્દ્ર સરકાર પર દેશનું નામ બદલવાનો આરોપ લગાવ્યો

મમતા બેનર્જીએ કહ્યું કે, વિશ્વભરના લોકો ‘ઈન્ડિયા’નું નામ જાણે છે... અચાનક એવું શું થયું કે, તેમણે (કેન્દ્ર સરકારે) દેશનું નામ બદલવું પડ્યું ? આ અગાઉ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ કેન્દ્રની મોદી સરકાર પર દેશનું નામ બદલવાનો આરોપ લગાવ્યો છે.

મમતા બેનર્જીએ શું કહ્યું ? 

મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે (કેન્દ્ર સરકારે) આજે ઈન્ડિયાનું નામ બદલી દીધું છે... જી20 શિખર સંમેલનના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડમાં ‘ભારત’ લખેલું છે... આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઈન્ડિયા અને ઈન્ડિયન કૉન્ટિટ્યૂશન અને હિન્દીમાં પણ કહીએ છીએ ભારતનું બંધારણ... આપણે બધા ‘ભારત’ કહીએ છીએ, આમાં નવું શું છે ? વિશ્વભરના લોકો ભારત નામ જાણે છે... અચાનક એવું શું થયું કે, તેમણે દેશનું નામ બદલવ્યું પડ્યું ?

Tags :
INDIA-BHARAT-Name-ControversyMamata-BanerjeeTMC

Google News
Google News