Get The App

સૌથી વિશાળ મેટ્રો નેટવર્ક મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું, 1000 કિ.મી.નો આંકડો વટાવ્યો

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
Metro Rail Network


Third Largest Metro Rail Network: ભારતનું મેટ્રો રેલ નેટવર્ક 1000 કિમી સુધી વિસ્તર્યું છે. આ સાથે તે હવે વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ મેટ્રો રેલ નેટવર્ક બન્યું છે. ચીન અને અમેરિકા આ સંદર્ભે પ્રથમ અને બીજા ક્રમે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈનના વિસ્તરણનું ઉદ્ધાટન કરશે. દિલ્હીએ 2002માં પોતાની મેટ્રો યાત્રા શરૂ કરી હતી. ત્યારે અટલ બિહારી વાજપેયીએ દિલ્હીના લોકોને પ્રથમ મેટ્રો આપી હતી. આજે વડાપ્રધાન મોદી દિલ્હીવાસીઓને નવા મેટ્રો પ્રોજેક્ટ્સ અને નમો ભારતનો ઉપહાર આપશે.

11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક

ભારતમાં મેટ્રો રેલ નેટવર્કની શરૂઆત 2002માં દિલ્હીથી થઈ હતી. આજે 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક છે. 2014માં માત્ર પાંચ રાજ્યોના પાંચ શહેરોમાં મેટ્રો દોડતી હતી. છેલ્લા 10 વર્ષમાં મેટ્રો નેટવર્કમાં ત્રણ ગણો ગ્રોથ જોવા મળ્યો છે.  2014માં 248 કિમી મેટ્રો રેલ નેટવર્ક આજે 1000 કિમી સુધી વિસ્તર્યું છે. આજે મેટ્રોમાં રોજના 1 કરોડથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે. મેટ્રો ટ્રેન રોજના કુલ 2.75 લાખ કિમીની મુસાફરી કરે છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસને ઝટકો, પત્નીને ટિકિટ ન આપી એટલે દિગ્ગજ નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા

નમો ભારત ટ્રેન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નમો ભારત ટ્રેનનું પણ ઉદ્ધાટન કરશે. મેટ્રોના ચોથા ચરણના પ્રથમ ખંડના ઉદ્ધાટન સાથે આજે સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે બનેલી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિમી લંબા ખંડનું ઉદ્ધાટન કરશે. આ રૂટ પર રવિવાર સાંજે પાંચ વાગ્યાથી ટ્રેન શરૂ થશે. દર 15 મિનિટે ટ્રેનો ઉપલબ્ધ કરાશે. ન્યૂ અશોક નગર સ્ટેશનમાંથી મેરઠ સાઉથ સુધીનું ભાડું સ્ટાન્ડર્ડ કોચ માટે રૂ. 150 અને પ્રીમિયમ કોચ માટે રૂ. 225 છે.

સૌથી વિશાળ મેટ્રો નેટવર્ક મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું, 1000 કિ.મી.નો આંકડો વટાવ્યો 2 - image


Google NewsGoogle News