ભારત વિશ્વનું 'કેન્સર કેપિટલ' બન્યું : 2025માં કેસ 15.7 લાખથી વધુ થવાની આશંકા
- 2020માં ભારતમાં કેન્સરના વાર્ષિક 13.9 લાખ કેસ હતા
- ભારતમાં બીજા દેશોની તુલનાએ પ્રમાણમાં નાની વયે કેન્સર : હવે 50થી નીચેની વયમાં પણ કેન્સર જોવા મળે છે
નવી દિલ્હી : એપોલો હોસ્પિટલનો હેલ્થ ઓફ ધ નેશન રિપોર્ટ ૨૦૨૪ ચિંતાજનક છે. તેમા પણ કેન્સરના કેસોના મોરચે તો ભારતે નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. ભારત વિશ્વનું કેન્સર કેપિટલ બનવાની દિશામાં જ આગળ વધી રહ્યુ છે તેમ કહી શકાય.
ભારતમાં કેન્સરના કેસ ૨૦૨૦માં ૧૩.૯ લાખ હતા અને તે ૨૦૨૫ના અંતે ૧૫.૭ લાખ કેસ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
છેલ્લા બે દાયકામાં ચેવી ન હોય તેવા રોગોનું લોકોના મોતમાં પ્રમાણ ઊંચું રહેવા લાગ્યું છેે આમા સૌથ વધારે ફેલાયેલો રોગ હોય તો તે કેન્સર છે. ભારતમાં છેલ્લા બે દાયકા દરમિયાન કેન્સરનો નોંધપાત્ર ફેલાવો થયો છે. ભારતમાં જોવા મળતા મોટાભાગના કેન્સરોમાં બ્રેસ્ટ, સર્વિક્સ એને મહિલાઓમાં ગર્ભની કોથળી (ઓવેરિયન), ફેફસા, મોઢું, અન્નનળી તથા બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે.
સૌથી આંચકાજનક વાત એ છે કે ભારતમાં હવે યુવા વયે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે. ફેફસાનું કેન્સર જોઈએ તો તે સામાન્ય રીતે વૃદ્ધ વયના દર્દીઓને થતું હોય છે. જ્યારે ભારતમાં બીજા દેશોની તુલનાએ ઘણી નાની વયે કેન્સર થાય છે. ફેફસાઓમાં પણ કોલોન કેલેન્સના પ્રમાણમાં નોંધપાત્ર ઉછાળો થયો હોવાનું દર્સાવે છે.એપોલો હોસ્પિટલમાં કોલોન કેન્સરના કુલ દર્દીઓમાં ૩૦ ટકા દર્દીઓ ફેફસાના કેન્સરમાં છે.
ભારતમાં કેન્સર ઉપરાંત ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને માનસિક આરોગ્યના મોરચે થતી તકલીફોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે આ પ્રકારના કેસો હવે યુવા વયે જોવા મળી રહ્યા છે, જે સામાન્ય રીતે પહેલા ૬૦ પછી જોવા મળતા હતા.
આ ઉપરાંત જણાવાયું છે કે દેશમાં લોકોના હેલ્થ ચેકઅપની જરુરિયાતમાં નોંધપાત્ર વધારો કરવો જરુરી થઈ પડયો છે.