ભારતીય યુવાઓ ભણવામાં અવ્વલ, ટોપ-30 દેશોમાં મેળવ્યું પ્રથમ સ્થાન, જાણો ઓછું ભણનારા દેશોના નામ
Country Which Read Most : વિશ્વમાં સૌથી વધુ કલાક અને સૌથી ઓછા કલાક કયા દેશના યુવાઓ અભ્યાસ કરે છે, તે અંગે એક રસપ્રદ રિપોર્ટ સામે આવ્યો છે. એનઓપી વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના સરવે મુજબ સૌથી વધુ કલાકો સુધી અભ્યાસ કરવામાં ભારતના યુવાઓ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે સૌથી ઓછા કલાકો યુનાઈડેટ કિંગ્ડમના યુવાઓ અભ્યાસ કરે છે.
તમામ વ્યક્તિઓમાં સમજવાની ક્ષમતા જુદી જુદી
જોકે સરવેમાં એમ પણ જણાવાયું છે કે, તમામ વ્યક્તિઓમાં સમજવાની શક્તિ જુદી જુદી હોય છે. UPSC, બેન્કિંગ, JEE, NEET અને અન્ય મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે પરીક્ષા પાસ કરવા માટે 10થી 12 કલાક સુધી અભ્યાસ કર્યો છે, તો કેટલાક વિદ્યાર્થીઓએ દૈનિક ત્રણથી ચાર કલાક અભ્યાસ કરીને આવી પરીક્ષાઓ પાસ કરી હોવાનું જણાવ્યું છે. આ બંને બાબત પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, અભ્યાસ કરવા માટે માત્ર કલાકો નહીં, સમજવા ક્ષમતા પણ મહત્ત્વની છે.
સૌથી વધુ કલાકો અભ્યાસ કરનાર દેશો
સૌથી વધુ કલાકો અભ્યાસ કરવા મામલે ભારતના યુવાઓ ટોપ-5 દેશોમાં પ્રથમ સ્થાને છે. ભારતના યુવાઓ એક સપ્તાહના સરેરાશ 10.42 કલાક અભ્યાસ કરે છે, જ્યારે થાઈલેન્ડના યુવાઓ 9.24 કલાક, ચીનના યુવાઓ લગભગ 8 કલાક, ફિલિપાઈન્સ 7.36 કલાક, ઈજિપ્તના યુવાઓ સપ્તાહમાં સરેરાશ 7.3 કલાક અભ્યાસ કરે છે.
સૌથી ઓછા કલાકો અભ્યાસ કરનાર દેશો
આમ તો યૂનાઈટેડ કિંગડમનું વિશ્વભરમાં નામ છે અને ત્યાંની યુનિવર્સિટીઓમાં પણ અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે તેમ છતાં સરવે મુજબ સૌથી ઓછા કલાક અભ્યાસ કરનાર ટોપ-5 દેશોમાં યૂનાઈટેડ કિંગડમ પ્રથણ સ્થાને છે. યુકેના યુવાઓ એક સપ્તાહમાં સરેરાશ 5.18 કલાક અભ્યાસ કરે છે. જ્યારે બીજા સ્થાને બ્રાઝીલના યુવાઓ 5.12 કલાક, તાઈવાન 5 કલાક, ફ્રાન્સ 4.06 કલાક અને કોરિયાના યુવાઓ એક સપ્તાહમાં સરેરાશ 3.06 કલાક અભ્યાસ કરે છે.
સૌથી વધુ કલાકો અભ્યાસ કરતા ટોપ-30 દેશોમાં ભારત પ્રથમ સ્થાને
એનઓપી વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના સરવેમાં ટોપ-30 દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એક સપ્તાહમાં સરેરાશ કેટલાક કલાક કયા દેશના યુવાઓ અભ્યાસ કરે છે, તેનો ઉલ્લેખ કરાયો છે.
- ભારત - 10:42 કલાક
- થાઈલેન્ડ - 09:24 કલાક
- ચીન - 08:00 કલાક
- ફિલિપાઇન્સ - 07:36 કલાક
- ઇજિપ્ત - 07:30 કલાક
- ચેક રિપબ્લિક - 07:24 કલાક
- રશિયા - 07:06 કલાક
- સ્વીડન - 06:54 કલાક
- ફ્રાન્સ - 06:54 કલાક
- હંગેરી - 06:48 કલાક
- સાઉદી અરેબિયા - 06:48 કલાક
- હોંગ કોંગ - 06:42 કલાક
- પોલેન્ડ - 06:30 કલાક
- વેનેઝુએલા - 06:24 કલાક
- દક્ષિણ આફ્રિકા - 06:18 કલાક
- ઓસ્ટ્રેલિયા - 06:18 કલાક
- ઇન્ડોનેશિયા - 06:00 કલાક
- અર્જેન્ટીના - 05:54 કલાક
- તુર્કી - 05:54 કલાક
- સ્પેન - 05:48 કલાક
- કેનેડા - 05:48 કલાક
- જર્મની - 05:42 કલાક
- યુએસએ - 05:42 કલાક
- ઇટાલી - 05:36 કલાક
- મેક્સિકો - 05:30 કલાક
- યુ.કે. - 05:18 કલાક
- બ્રાઝિલ - 05:12 કલાક
- તાઇવાન - 05:00 કલાક
- જાપાન - 04:06 કલાક
- કોરિયા - 03:06 કલાક