Get The App

ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ ચોરોનો BSF જવાનો પર હુમલો, સૈનિકોએ આપ્યો વળતો જવાબ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ ચોરોનો BSF જવાનો પર હુમલો, સૈનિકોએ આપ્યો વળતો જવાબ 1 - image


India Bangladesh International Border : પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ગુરુવારે મોડી રાત્રે પશુઓની તસ્કરી કરતા બાંગ્લાદેશી ચોરોએ BSFના જવાનો પર હુમલો કર્યો છે. જો કે, સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળેથી ત્રણ તીક્ષ્ણ ભાલાઓ, હરિયાણાના 10 બળદો જપ્ત કર્યા છે. 

સૈનિકોએ વળતો જવાબ આપતા તસ્કરો ભાગ્યા

દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર BSFના પ્રવક્તા અને DIG એન.કે.પાંડેએ કહ્યું કે, સૈનિકોએ મોડી રાત્રે ખુટાદાહ બોર્ડર પોસ્ટ પર ભારતીય સરહદની વાડની નજીક ત્રણ-ચાર દાણચોરોને પશુઓ સાથે આવતા જોયા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશ તરફથી ત્રણ-ચાર શંકાસ્પદ તસ્કરો પણ જોવા મળ્યા. જેઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા. સૈનિકે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, તો તસ્કરોએ ધારદાર હથિયારોથી સૈનિક તરફ આક્રમક રીતે આગળ વધ્યા, જ્યારે અન્ય તસ્કરોએ ફેન્સીંગ કાપવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : સ્ટિવ જોબ્સના પત્ની લૉરેન કુંભમાં કરશે કલ્પવાસ, સ્વામી કૈલાશાનંદે આપ્યું પોતાનું ગોત્ર અને નામ આપ્યું ‘કમલા’

સૈનિકોએ ગોળીબાર કર્યો

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને સૈનિકે તસ્કરો તરફ એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ તસ્કરો ભારત-બાંગ્લાદેશ તરફ ભાગી ગયા હતા. ત્યારબાદ વાડની બંને બાજુના આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, હરિયાણા મૂળના આઠ બળદ અને ત્રણ ધારદાર બળદ મળી આવ્યા હતા.

અગાઉ પણ પશુ તસ્કરીની ઘટના બની હતી

આવી જ રીતે સુરક્ષા દળોના કોલકાતા સેક્ટર હેઠળના પિપલી બીઓપી અને માલદા સેક્ટરમાં બીઓપી એચસી પુર અને નવાદામાં દાણચોરીના નિષ્ફળ પ્રયાસો અને હુમલાઓની ઘટનાઓ બની છે. જ્યાં સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને દાણચોરી અને ઘૂસણખોરીની ઘટનાઓને નિષ્ફળ બનાવી છે. બીએસએફે આ ઘટના અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક રિપોર્ટ પણ નોંધાવ્યો છે અને ઈ-ટેગિંગ બાદ જપ્ત કરાયેલા પશુઓને ધ્યાન ફાઉન્ડેશનને સોંપવામાં આવશે.


Google NewsGoogle News