Kazind-2023 : ભારત કઝાકિસ્તાન સાથે સૈન્ય કવાયત કરવા તૈયાર! ચીન-પાકિસ્તાનને લાગશે ઝટકો

આતંકવાદને ટાર્ગેટ કરવા બંને દેશો સાથે મળીને કરશે સૈન્ય યુદ્ધઅભ્યાસ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
Kazind-2023 : ભારત કઝાકિસ્તાન સાથે સૈન્ય કવાયત કરવા તૈયાર! ચીન-પાકિસ્તાનને લાગશે ઝટકો 1 - image


India-Kazakhstan Joint Military Exercise : આતંકવાદને ટાર્ગેટ કરવા માટે ભારત કઝાકિસ્તાન સાથે મળીને 13 દિવસ લાંબો સૈન્ય યુદ્ધઅભ્યાસ કરવા જઈ રહી છે. ભારતના આ પગલાથી પાકિસ્તાન, તુર્કેઈ અને ચીન હેરાન થઇ શકે છે. કઝાકિસ્તાન સાથે ભારતના સંબંધ પાછળના કેટલા સમયથી મજબૂત જોવા મળી રહ્યા છે. આ યુદ્ધઅભ્યાસથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ લઇ જશે.

'Kazind-2023' સૈન્ય કવાયત આવતીકાલથી થશે શરુ 

ભારત અને કઝાકિસ્તાન આવતીકાલથી ઓટ્ટારના કઝાક સૈન્ય મથક પર 13 દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય આતંકવાદી ગતિવિધિને રોકવાનો છે. 'Kazind-2023' સૈન્ય કવાયતની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે 120 આર્મી અને એરફોર્સના જવાનોની ભારતીય ટુકડી આજે કઝાકિસ્તાન જવા રવાના થઈ હતી.

સૈન્ય કવાયત અંગે સંરક્ષણ મંત્રાલયે આપી જાણકારી 

સંરક્ષણ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે, આ અભ્યાસની આવૃત્તિમાં બંને દેશોના રાષ્ટ્ર કલ્યાણ અને આતંકવાદી ગતિવિધિને રોકવા માટે હાથ ધરવામાં આવી છે. મંત્રાલયે વધારેમાં જાણકારી આપતા કહ્યું કે, 'Kazind-2023' સૈન્ય કવાયત બંને પક્ષોને એકબીજાની વ્યૂહરચના, દાવપેચ અને પ્રક્રિયાઓ વિશે જ્ઞાન પૂરું પડશે. આ માટે આ સૈન્ય કવાયત બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ યુધાભ્યાસમાં કોણ-કોણ લેશે ભાગ

આ અભ્યાસમાં ભારતીય સેનાની ડોગરા રેજિમેન્ટની બટાલિયનની આગેવાની હેઠળ 90 સૈનિકોનો સમાવેશ થયો છે. કઝાકિસ્તાનની ટુકડીનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે કઝાક ગ્રાઉન્ડ ફોર્સના સધર્ન રિજનલ કમાન્ડના સૈનિકો દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આ અભ્યાસમાં બંને દેશોના  30-30 વાયુસેનાના જવાનો પણ ભાગ લેશે.



Google NewsGoogle News