ભારત અને ચીન વચ્ચે પેટ્રોલિંગનો પહેલો રાઉન્ડ પૂર્ણ, બંને દેશની સેનાઓ વચ્ચે બની છે સહમતિ
India - China Patrolling : ભારત અને ચીને પૂર્વ લદાખમાં ડેમચોક અને દેપસાંગના સંઘર્ષવાળા વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેટ્રોલિંગનો એક તબક્કો પૂર્ણ કરી લેવાયો છે. બંને દેશોની સેનાઓ તે વિસ્તારમાં દર અઠવાડિયે એક સંકલિત પેટ્રોલિંગ કરવા પર પણ સહમતિ બની છે, જ્યાં 2020માં ગલવાન ઘાટી સંઘર્ષ બાદથી તણાવ ચાલી રહ્યો છે. પેટ્રોલિંગનું કોઓર્ડિનેશન સ્થાનિક સ્તર પર કરવામાં આવે છે અને ગ્રાઉન્ડ રૂલ સ્થાનિક કમાન્ડરો દ્વારા એકબીજા સાથે વાત કર્યા બાદ નક્કી કરવામાં આવે છે.
કરારનું પાલન કરી રહ્યાં છે બંને દેશ
ભારત અને ચીન ડેમચોક અને દેપસાંગમાં કરારનું પાલન કરી રહ્યા છે. બંને દેશોની સેનાઓ પેટ્રોલિંગ દ્વારા એ નક્કી કરી ચૂકી છે કે ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. બંને પક્ષ આ બંને સ્થાનો પર તમામ અસ્થાયી સ્ટ્રક્ચરને હટાવવા પર પણ સહમત થયા છે.
આ પણ વાંચો : કેનેડામાં ભારેલો અગ્નિ: ચાર-પાંચ દિવસ સંવેદનશીલ, હિન્દુ મંદિરે રદ કર્યો કાર્યક્રમ
પાડોશી દેશોએ ઓક્ટોબરમાં સંઘર્ષ વાળા વિસ્તારથી સૈનિકોની વાપસી પર સહમતિ બન્યા બાદ નવેમ્બરની શરૂઆતમાં વિસ્તારમાં પહેલી કોઓર્ડિનેશન પેટ્રોલિંગ કરી. રક્ષા સૂત્રોના અનુસાર, દરેક વિસ્તાર (ડેમચોક અને દેપસાંગ)માં એકવાર ભારતીય સૈનિકો દ્વારા અને એક વખત ચીનના સૈનિકો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.
દેપસાંગ અને ડેમચોક પર બની હતી સહમતિ
આ પહેલા ભારત અને ચીન LAC પર પોતાના સૈનિકોને પાછળ હટાવવા અને પછી પેટ્રોલિંગ શરૂ કરવા માટે નવા કરાર પર પહોંચ્યા હતા. કથિત રીતે આ સમજૂતી દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગ સંબંધિત છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ 22-23 ઓક્ટોબરે થનારા 16માં બ્રિક્સ શિખર સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા યાત્રા પહેલા સામે આવ્યો હતો.
આ પણ વાંચો : ટ્રમ્પ-પુતિન વચ્ચે ટેલિફોન પર વાતચીત યુક્રેન યુદ્ધના અંત ઉપર ધ્યાન અપાયું