'INDIA ગઠબંધનની સ્થિતિ મજબૂત નથી': વિપક્ષી એકતા પર ઓમર અબ્દુલ્લાનું મોટુ નિવેદન
image : Twitter
- સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ દુર્ભાગ્યપૂર્ણ
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર
Omar Abdullah On I.N.D.I.A Alliance: વિપક્ષી ગઠબંધન 'INDIA' અંગે નેશનલ કોન્ફ્રેન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ કહ્યું કે, જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ સામે આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ બાબત ગઠબંધન માટે ઠીક નથી.
તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, વિપક્ષી પાર્ટીના ગઠબંધનની સ્થિતિ હજુ મજબૂત નથી. કેટલીક આંતરિક લડાઈઓ છે જે જોવા મળી રહી છે. આ લડાઈઓ ન થવી જોઈએ. ખાસ કરીને 4 થી 5 રાજ્યોમાં જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.
વિધાનસભા ચૂંટણી બાદ મુલાકાત
નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે, જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ શરૂ થઈ અને બંનેએ કહ્યું કે તેઓ યુપીની તમામ સીટો પર ચૂંટણી લડશે તે ભારત ગઠબંધન માટે સારી વાત નથી. બની શકે છે કે આ વિધાનસભામાં ચૂંટણી બાદ અમારી મુલાકાત ફરીથી થશે અને અમે સાથે બેસીને પ્રયત્ન કરીશું કે આપણે સારી રીતે કામ કરીશું.
કોંગ્રેસ-સપા વચ્ચે શબ્દયુદ્ધ
હાલમાં જ મધ્ય પ્રદેશમાં સીટની વહેંચણીને લઈને કોંગ્રેસ અને સપા આમને-સામને આવી ગઈ હતી અને બંને પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયુ હતું. આ કારણે અખિલેશ યાદવના નેતૃત્વ વાળી સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે કુલ 45 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.