Get The App

સીટ વહેંચણી કરતા INDIA ગઠબંધનને EVMનું વધુ ટેન્શન છે : કોંગ્રેસ અત્યારથી જ તે રાગમાં લાવે છે

Updated: Jan 9th, 2024

GS TEAM


Google News
Google News
સીટ વહેંચણી કરતા INDIA ગઠબંધનને EVMનું વધુ ટેન્શન છે : કોંગ્રેસ અત્યારથી જ તે રાગમાં લાવે છે 1 - image


- કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું EVM અંગેના અને વીવીપીએટીના પ્રશ્નો માત્ર INDIA ગઠબંધનના દરેક પક્ષોના છે

નવી દિલ્હી : વિપક્ષી દળોનું ગઠબંધન INDIA એલાયન્સ હજી સુધી સીટ સેરિંગની ફોર્મ્યુલા તો શોધી શક્યું નથી. તે પહેલા જ તેને ઈવીએમ અંગેની ચિંતા સતાવે છે. કોંગ્રેસે અત્યારથી જ તે અંગે રાગમાં લાવ્યાો છે. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે ઈવીએમ અંગે ચુંટણી પંચે આપેલા લેખિત જવાબ સંદર્ભે કહ્યું હતું કે વીવીપી-૨ અને ઈવીએમના પ્રશ્નો માત્ર કોંગ્રેસના જ નથી તમામ પક્ષોના છે.

વાસ્તવમાં કોંગ્રેસે ઈવીએમ અને વીવીપીએટી અંગે ચિંતા વ્યક્ત કરતો ચુંટણી પંચને પત્ર લખ્યો હતો. જેનો ચુંટણી પંચે સ્પષ્ટ જણાવી આપતા જણાવ્યું હતું કે વીવીપીએટી કે ઈવીએમમાં કોઈ ગોલમાલ થવાની સંભાવના જ નથી. આમ છતાં ઈંડીયા-ગઠબંધને આક્ષેપો કર્યા હતા કે તેમાં ગોલમાલ થવાની સંભાવના છે.

રમેશે કહ્યું કે ''પંચ તે સારી રીતે જાણે છે કે વીવીપીએટી સંબંધે કોઈ પણ ન્યાયિક કાર્યવાહી લંબાય તો પણ તે રાજકીય પક્ષોની માગણીઓ કે સુચનાઓ તો સાંભળી જ શકે છે. તેૃમ કરવા ઉપર તો કોઈ પ્રતિબંધ નથી જ.''

આ અંગે નિરીક્ષકો કહે છે કે એક તરફ ઈંડીયા ગઠબંધનમાં બધું બરોબર ચાલતું નથી. સીટ વહેંચણી માટે હજી મતભેદોનો ચરૂ ઊકળે છે. તે સંજોગોમાં કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગે છે.

Tags :