પાંચેય રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે: લાલુ પ્રસાદ યાદવનો મોટો દાવો

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
પાંચેય રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે: લાલુ પ્રસાદ યાદવનો મોટો દાવો 1 - image


Image Source: Twitter

- પાંચેય રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધનના ઉમેદવારો જ ચૂંટણી જીતી રહ્યા છે: લાલુ પ્રસાદ યાદવ

નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2023, ગુરૂવાર

Lalu Prasad Yadav On Five State Assembly Elections: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. આ વચ્ચે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ પર મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, પાંચેય રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. પાંચેય રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધનના ઉમેદવારો જ ચૂંટણી જીતી રહ્યા છે. 

આ સાથે જ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, વડાપ્રધાન મોદીનો ખેલ દેશમાંથી ખતમ થઈ જવાનો છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની શિયાળુ સત્ર દરમિયાન ગૃહની અંદર મહિલાઓ વિશેની અભદ્ર ટિપ્પણી અને જીતન રામ માંઝી પર આપવામાં આવેલા તેમના નિવેદન પર પણ લાલુ પ્રસાદ યાદવે સીએમ નીતિશ કુમારનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બધી ફાલતુ વાતો છે. 

લાલુ પ્રસાદ યાદવ દિલ્હીમાં છે

એટલું જ નહીં આરજેડી સુપ્રીમોએ એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારનો કોઈ મુકાબલો નથી. લાલુ પ્રસાદ યાદવ હાલ દિલ્હીમાં છે. બુધવારે તેમની સામે ચાલી રહેલા લેન્ડ ફોર જોબ કેસની સુનાવણી થવાની હતી પરંતુ હવે આ કેસની સુનાવણી ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે. પાંચ રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. જ્યારે તેલંગાણામાં આજે મતદાન થઈ રહ્યું છે. આ પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામોનું એલાન 3 ડિસેમ્બરે કરવામાં આવશે.


Google NewsGoogle News