Get The App

I.N.D.I.A.માં એક બાદ એક વિખવાદ: અખિલેશ યાદવ બાદ હવે લાલુ યાદવનો પક્ષ પણ નારાજ, જાણો કારણ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A.માં એક બાદ એક વિખવાદ: અખિલેશ યાદવ બાદ હવે લાલુ યાદવનો પક્ષ પણ નારાજ, જાણો કારણ 1 - image


INDIA Alliance Seat Sharing Conflict: ઝારખંડમાં સત્તારૂઢ ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે બેઠકની વહેંચણીને લઈને સંમતિ જોવા નથી મળી રહી. ત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એકબાજુ મહારાષ્ટ્રમાં અખિલેશ યાદવે મહાવિકાસ અઘાડી સાથે બેઠકો અંગેની વાતચીત દરમિયાન ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે બીજી બાજુ ઝારખંડમાં લાલુ યાદવની પાર્ટી આરજેડી દ્વારા મળતો ફિક્કો પ્રતિસાદ બેઠકની વહેંચણીમાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. ઝારખંડમાં બેઠકની વહેંચણી અંગે  મુખ્યમંત્રી હેમંત સોરેને શનિવારે કહ્યું કે, ઇન્ડિયા બ્લોક આગામી વિધાનસભા ચૂંટણી એકસાથે લડશે અને કોંગ્રેસ અને એએમએમ 81માંથી 70 બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બેઠકની વહેંચણીને લઈને રાંચી પહોંચી ગયા છે. 

કોંગ્રેસ-JMM 70 બેઠકો પર લડશે ચૂંટણી

મુખ્યમંત્રી હેમંત સોરેને શનિવારે રાંચી સ્થિત પોતાના સરકારી આવાસ પર ગઠબંધનની જાહેરાત કરી છે. સોરેને ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કહ્યું, ઇન્ડિયા બ્લોક ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં એકસાથે લડશે. સહયોગી સાથે બેઠકની વહેંચણી પર વાતચીત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોંગ્રેસ અને જેએમએમ 81માંથી 70 બેઠકો પર પોતાના ઉમેદવારને ઉતારશે. જેએમએમ અને કોંગ્રેસ કેટલી બેઠક પર ચૂંટણી લડશે, તેનો ખુલાસો હજુ સુધી મુખ્યમંત્રી દ્વારા કરવામાં નથી આવ્યો.



આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને ઠાકરેનું વધ્યું ટેન્શન, અખિલેશ યાદવે કર્યો મોટો ખેલ

RJDની ગેરહાજરી

મુખ્યમંત્રીએ બેઠકની વહેંચણી મુદ્દે આગળ કહ્યું કે, બાકીની 11 બેઠકો માટે ગઠબંધનના સહયોગી આરજેડી અને વામ દળો સાથે વાતચીત થઈ રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીરની હાજરીમાં બેઠકની વહેંચણીનું એલાન કર્યું છે. જોકે, આ અવસર પર વામ દળના પ્રતિનિધિ હાજર ન હતા. સોરેને જણાવ્યું કે, RJD અને સીપીઆઈ(એલ) સાથે વાતચીત બાદ સ્થિતિ સાફ થઈ જશે કે, કોંગ્રેસ અને જેએમએમ કઈ-કઈ બેઠક પર ચૂંટણી લડશે. જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં થશે અને મત ગણતરકી 23 નવેમ્બરે કરવામાં આવશે. 

મનોઝ ઝાએ કરી સ્પષ્ટતા

આ વિષય પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું- અમે તમારી સામે એક ખાસ કારણથી આવ્યા છીએ. અમારું આખુંય નેતૃત્વ નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવના આગ્રહ પર અહીં આવ્યું છે. આજે સવારે અમારી બેઠક થઈ હતી અને બેઠકમાં નક્કી થયું કે, મતની તાકાત અને જનાધાર આરજેડીના પક્ષમાં છે. ગઈ વખતે અમે 7 બેઠક પર લડ્યા હતા, કારણકે લાલુજીનું દિલ મોટું હતું, તેમનું લક્ષ્ય ભાજપને બહાર કરવાનું હતું અને આજે પણ આ જ છે. અમે પાંચ બેઠકો પર બીજા નંબરે છીએ. અમારા ગઠબંધનના બાકીના સાથી કદાચ આટલી બેઠકો પર ટકાવારીના હિસાબે બીજા નંબરે નહીં હોય.



આ પણ વાંચોઃ પેટાચૂંટણી: યોગીના ગઢમાં કઈ વ્યૂહનીતિ અપનાવશે ભાજપ? નવ બેઠકો પર ખરાખરીનો જંગ

15થી 18 બેઠકો પર ભાજપને હરાવવા સક્ષમ

આ સિવાય વિપક્ષના ગઠબંધન બેઠક પર કહ્યું કે, એકતરફી નિર્ણય લેવામાં આવ્યો, અલગ-અલગ જિલ્લામાં અમારી હાજરી મજબૂત છે, અમે અમારા ગઠબંધનના સાથીઓને આગ્રહ કરીશું કે, તે આ પ્રમાણે હિસાબથી નિર્ણય લે, અમારા પ્રભારી અહીં છે, અમારા પ્રદેશ અધ્યક્ષ અહીં છે અને કાલથી અમારા નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ પણ ખુદ અહીં છે. બધાના હોવા છતાં જો તમે ગઠબંધનની પ્રક્રિયામાં અમને સામેલ ન કર્યું, તો આ દુઃખની વાત છે. આજે જે બેઠક થઈ, તેમાં અમે 15થી 18 બેઠકોની ઓળખ કરી છે, ઘણાં જિલ્લામાં અમે એકલા પણ ભાજપને હરાવવા માટે સક્ષમ છીએ. 

મહારાષ્ટ્રમાં તણાવ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ દરેક પાર્ટી બેઠકને લઈને ગઠબંધન સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મહાવિકાસ અઘાડી (MVA) સાથે બેઠકો અંગેની વાતચીત વચ્ચે સમાજવાદી પાર્ટીની ચાર બેઠકો પર તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને ટૂંક સમયમાં જ સપાના અન્ય બેઠકો પરના ઉમેદવારો નામ જાહેર કરવામાં આવી શકે છે. જેને લઈને ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને ઠાકરેનું ટેન્શન વધી ગયું છે. 


Google NewsGoogle News