બંગાળમાં INDIA એલાયન્સ તુટયું : પંજાબ, ઉ.પ્ર. અને બિહારમાં શું થશે
- ચુંટણી પડઘમ વાગે છે છતાં ઈન્ડિયા ગઠબંધન અનિર્ણયમાં રહ્યું છે
- લાંબી ખેંચતાણ પછી આખરે મમતાએ એલાન કર્યું કે તેવો એકલે હાથે ચુંટણી લડશે : કોંગ્રેસને 2 સીટ ઓફર કરી જે તેને સ્વીકાર્ય નથી
નવી દિલ્હી : કહેવાની જરૂર જ નથી કે ''પ્રાણ-પ્રતિષ્ઠા'' પછી જાગેલા જવાબનો લાભ લેવા કેન્દ્રની ભાજપ સરકાર વહેલી ચુંટણી યોજાશે. નિરીક્ષકોના મતે એપ્રિલના અંતમાં કે મેની શરૂઆતમાં લોકસભાની ચુંટણી યોજાવા સંભવ છે. તે માટે અધિકારીઓનું આયોજન ''અંતિમ તબક્કા''માં છે. તેવે સમયે ભાજપ સામે ટક્કર લેવા રચાયેલા ઈન્ડિયા ગંઠબંધનમાં તિરાડો પડવી શરૂ થઈ ચુકી છે. પશ્ચિમ બંગાળના ''સર્વેસર્વા'' મમતા બેનર્જીએ ઈન્ડિયા ગઠબંધનને એક તરફ મુકી અકેલે હાથે ચુંટણી લડવા નિર્ધાર કરી લીધો છે. જે ગઠબંધનને ''ધાર'' સમાન લાગ્યો છે. તેમણે લોકસભા ચુંટણી વખતે કોંગ્રેસને રાજયમાં માત્ર બે જ બેઠક ફાળવવાનું કહેતા કોંગ્રેસે તેઓ સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. ડાબેરીયો તો મમતા વિરૂદ્ધ છે જ. તેમને હઠાવીને તો મમતા પ.બંગાળમાં ''સિંહાસને'' બેઠા છે.
હવે પ્રશ્ન પંજાબ, ઉ.પ્ર. અને બિહારનો રહે છે. દેશમાં લોકસભાની સૌથી વધુ સીટો ૮૦ તો એકમાં ઉત્તર પ્રદેશ પાસે છે. હવે આ ત્રણે રાજ્યોમાં સીટ-શેરિંગ અંગે રસાકસી શરૂ થઈ ગઈ છે. દરેક પાર્ટી પોત-પોતાના પ્રસ્તાવો રજુ કરી રહી છે પરંતુ સીટ-શેરિંગ અંગેનો એક પણ પ્રસ્તાવ અંગે એકમતિ થઈ શકી નથી. દિલ્હી અને પંજાબમાં ''આપ''ની સરકારો છે. તે ત્યાં પોતાનો સિક્કો જમાવેલો જ રાખવા માગે છે.
બિહારમાં સાથે જ શાસન કરતા બંને પક્ષો, જેડીયુ અને આરજેડી વચ્ચે પણ લોકસભાની ચુંટણી માટે સીટોની વહેંચણી અંગે સહમતિ સ્થપાઈ નથી. કોંગ્રેસ અને સીપીઆઈ વચ્ચે પણ પેચ છે. કોંગ્રેસ બિહારમાં અર્ધો ડઝન જેટલી સીટ માગે છે. નીતીશ અને લાલુ યાદવ આટલી બધી સીટો ફાળવવાના મતના નથી. આવા જ હાલ યુપીમાં છે. થોડા દિવસ પહેલા અખિલેશ યાદવ સાથે કોંગ્રેસ સાથે ગઠબંધન બેઠક મળી હતી. કહેવાય છે કે તેમાં કોંગ્રેસ ૨૦ સીટો માગી હતી. તેણે ૨૦૦૯ ની ફોર્મ્યુલા પ્રમાણે મધ્ય-યુપીની વધુ સીટો માગી. અખિલેશ પાસે ૨૦ સીટો માગી પરંતુ અખિલેશ સહમત નથી લાગતા. વાસ્તવમાં ભાજપ સામેના સીધા મુકાવવામાં કોંગ્રેસ નબળી પડે તેમ છે. અમેઠીની (મૂળ જવાહરલાલ નહેરૂની સીટ) સીટ ઉપરથી પણ રાહુલ પરાજિત થયા હતા. જ્યારે કોંગ્રેસ અમેઠી, રાયબરેલી (મૂળ ઈંદિરા ગાંધીની સીટ) ઉપરાંત સુલ્તાનપુર, શાહજહાંપુર અને ગાઝીયાબાદ સહિત કુલ ૨૦ સીટો માગે છે. તેનું કહેવું છે કે ૨૦૦૪ અને ૨૦૦૯ માં તેણે તે સીટો ઉપર વિજય મેળવ્યો હતો. તેથી તેને તે સીટો ફાળવવામાં આવે. અખિલેશ કહે છે કે તે સીટો પર વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસનો નબળો દેખાવ હતો. તેથી ત્યાં આ વખતે વિજય મેળવવાની સંભાવના થોડી છે. તે યાદ રહે કે ત્યારે કોંગ્રેસે સમાને ૧૦૦ સીટ ફાળવી હતી. પરંતુ સમા ૭ સીટ જ જીતી શકી હતી.
૨૦૦૨ માં સમા મોટા પક્ષેથી દૂર જ રહી હતી. ત્યારે કોંગ્રેસનો સાથ લીધો ન હતો.
પંજાબ ત્યાં ''આપ'' સત્તા પર છે. લોકસભા ચુંટણીમાં પણ તે સફળ રહેવા સંભવ છે. કોંગ્રેસ કહે છે કે પંજાબમાં તેના ૮ સાંસદો છે. તેથી તે આઠે ઉપર તે ચુંટણી લડશે. હવે મતભેદ અહીં જ ઉભો થયો છે. આખરે ''આપ'' અને ''કોંગ્રેસ'' અલગ અલગ ચુંટણી લડવાના છે.
ટુકમાં લોકસભાની ચુંટણીમાં પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે છતાં ઈન્ડિયા-ગઠબંધન અનિર્ણયમાં જ અટવાઈ રહ્યું છે.