સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની 'નો-એન્ટ્રી', મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત
India Airspace Closed for Pakistan: 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પછી ભલે તે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની વાત હોય કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની બાબત હોય. પાકિસ્તાને ભારતીય વિમાનોને એર સ્પેસ આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. એવામાં હવે સમાચાર આવી રહ્યા છે કે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ પણ વધી શકે છે.
ભારત બંધ કરી શકે છે પાકિસ્તાન માટે એર સ્પેસ
ભારત પણ પાકિસ્તાનના વિમાનો માટે એર સ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે, ભારત તેના બંદરો પર પાકિસ્તાની જહાજોને રોકવાની યોજના બનાવી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આની સીધી અસર તેના અર્થતંત્ર પર પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન માટે તેની એર સ્પેસ અને દરિયાઈ બંદરો બંને બંધ કરવાનું વિચારી રહ્યો છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડશે અસર
પાકિસ્તાની એરલાઇન્સ માટે એર સ્પેસ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર પડશે. કારણ કે પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA સિંગાપોર અને થાઇલૅન્ડ ઉપરાંત કુઆલાલંપુર સહિત દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો સુધી પહોંચવા માટે ભારતીય એર સ્પેસનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
જો સરકાર હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ મૂકે છે, તો તે વિમાનોએ લાંબા અંતર સુધી ઉડાન ભરવી પડશે, જેના કારણે તેમના ભાડા પણ વધી શકે છે. પાકિસ્તાની એરલાઇન્સ પર પહેલા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 30 જૂન, 2020ના રોજ યુરોપિયન એર સિક્યુરિટી એજન્સીએ સુરક્ષા કારણો દર્શાવ્યા હતા. એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી લગભગ ચાર વર્ષ પછી, 29 નવેમ્બર, 2024 ના રોજ, પ્રતિબંધ હટાવવામાં આવ્યો.