ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન
ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા
MS Swaminathan Demise: ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક (father of Green Revolution in India) એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આજે સવારે 11.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
MS Swaminathan, father of India’s Green Revolution, passes away
— ANI Digital (@ani_digital) September 28, 2023
Read @ANI Story |https://t.co/VScXm9dPXV#MSSwaminathan #GreenRevolution pic.twitter.com/9yyNJbq7O4
તેમણે કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું
સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન 'ભારતીય કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ (Chairman of Indian Council of Agricultural Research) તરીકે પણ કામ કર્યું હતું. કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા (Government of India awarded him Padma Bhushan) હતા. સ્વામીનાથનની ગણના ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિકોમાં થતી હતી, જેમણે ડાંગરની એવી વિવિધતા વિકસાવી, જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો વધુ ડાંગરનું ઉત્પાદન કરી શક્યા.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.