ભારતની વધુ એક સફળતા, ખતરનાક અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, જુઓ તેની ખાસિયત

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ભારતની વધુ એક સફળતા, ખતરનાક અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, જુઓ તેની ખાસિયત 1 - image


India Agni 4 Ballistic Missile : ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને વધુ એક સફળતા મેળવી છે. ડીઆરડીઓને આ સફળતા મળ્યા બાદ દેશની તાકાતમાં વધુ વધારો થયો છે. ભારતે શુક્રવારે ઓડિશાના કિનારે ચાંદીપુર ટેસ્ટ રેન્જથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ટેકનિકલ માપદંડોના આધારે આ મિસાઈલ પ્રક્ષેપણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.

અગ્નિ સિરીઝ ચોથી મિસાઈલ

અગ્નિ-4 ભારતની અગ્નિ સિરીઝની ચોથી મિસાઈલ છે. આ ખૂબ જ ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે વિશ્વની અન્ય રેન્જની મિસાઈલો કરતાં ઘણી હળવી છે. તેનું વજન 17 હજાર કિલો છે. આ મિસાઈલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે.

મિસાઈલની ખાસિયત

  • અગ્નિ-4 મિસાઈલ વિશ્વની આ રેન્જની મિસાઇલોની સરખામણીમાં એકદમ હલકી છે.
  • વજન લગભગ 17000 કિલોગ્રામ
  • લંબાઈ લગભગ 66 ફૂટ
  • રેન્જ 4000 કિલોમીટરથી વધુ
  • આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે
  • મિસાઈલમાં પરમાણુ શસ્ત્રોને સરળતાથી લઈ જઈ જવાની ક્ષમતા
  • મિસાઈલમાં તમામ પ્રકારના હથિયારોની લઈ જવાની ક્ષમતા

મિસાઈલની રેન્જ 4000 કિલોમીટરથી વધુ

ભારત માટે આ મિસાઈલનું સફળ પરીક્ષણ ખૂબ જ ખાસ છે. તેની વિશેષ ખાસિયત તેની 4000 કિલોમીટરથી વધુની રેન્જ છે અને પાકિસ્તાન અને ચીન બંને તેની રેન્જમાં આવી શકે છે. આ સિવાય તે પરમાણુ હથિયારો લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આવી સ્થિતિમાં તે ભારતના સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિસાઈલની બીજી વિશેષતા એ છે કે તે 900 કિલોમીટરની ઉંચાઈ સુધી સીધી ઉડી શકે છે. તે 100 મીટર દૂરના ટાર્ગેટને સરળતાથી ઓળખી શકે છે. તે 100 મીટરની ત્રિજ્યામાં આવતા કોઈપણ લક્ષ્યને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.


Google NewsGoogle News