Get The App

ભારતને મની લોન્ડરિંગ સામેની લડતમાં મળી મોટી સફળતા, FATFએ આપ્યો આ ખાસ ખિતાબ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
ભારતને મની લોન્ડરિંગ સામેની લડતમાં મળી મોટી સફળતા, FATFએ આપ્યો આ ખાસ ખિતાબ 1 - image


Image Source: Twitter

India Achieved Success In Fight Against Money Laundering: ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ મની લોન્ડરિંગ વિરુદ્ધ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે. FATFએ 2023-24 દરમિયાન ભારતનું મૂલ્યાંકન કર્યું હતું, જેના રિપોર્ટને જૂન 26-28 ના રોજ સિંગાપોરમાં યોજાયેલી બેઠકમાં અપનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ભારતને રેગ્યુલર ફોલોઅપ કેટેગરીમાં રાખવામાં આવ્યુ છે, જે G20 દેશોમાં માત્ર ચાર અન્ય દેશોને જ પ્રાપ્ત છે. આ ભારત માટે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ વિરુદ્ધ લડાઈમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. 

FATF ભારતના આ પ્રયાસોની પ્રશંસા કરી

- ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને સંગઠિત અપરાધથી આવેલા પૈસાને મની લોન્ડરિંગમાં બદલવાના જોખમને ઓછું કરવું.

- કેશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધવા માટે લીધેલા પગલાં, જેનાથી મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગનું જોખમ ઘટે છે.

- JAN એટલે કે, જન ધન યોજના, આધાર અને મોબાઈલ જેવી યોજનાઓને લાગુ કરવા અને રોકડ લેવદ-દેવડ પર સખ્ત નિયમ બનાવવાથી નાણાકીય સમાવેશ અને ડિજિટલ વ્યવહારોમાં ઘણો વધારો થયો છે. તેનાથી લેવદ-દેવડ પર નજર રાખવું સરળ બની ગયુ છે, જેનાથી મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગનું જોખમ ઘટ્યું છે અને નાણાકીય સમાવેશ વધ્યું છે.

FATF ની સારી રેટિંગની ભારત પર શું અસર પડશે?

FATF રિપોર્ટમાં ભારતના સારા પ્રદર્શનથી દેશની વધતી અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થશે. આ ભારતની નાણાકીય સિસ્ટમની મજબૂતાઈ અને પારદર્શિતાને દર્શાવે છે. સારા રેટિંગથી ભારતને વૈશ્વિક નાણાકીય બજારો અને સંસ્થાઓમાં સરળતાથી પ્રવેશ મળશે, જેનાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. આનાથી ભારતની ઝડપથી વિકસતી પેમેન્ટ સિસ્ટમ, UPIના વૈશ્વિક વિસ્તરણને પણ મદદ મળશે. ભારત પહેલાથી જ FATFની સંચાલન સમિતિનું સભ્ય છે. આ સારી રેટિંગથી ભારતને જૂથની કામગીરીમાં વધુ મહત્વપૂર્ણ યોગદાન કરવાની તક મળશે.

નાણા મંત્રાલયે શું કહ્યું?

નાણા મંત્રાલયે કહ્યું કે, FATFની માન્યતા છેલ્લા 10 વર્ષમાં ભારત દ્વારા લેવામાં આવેલા કડક અને અસરકારક પગલાઓને સન્માન આપે છે, જેણે દેશની નાણાકીય વ્યવસ્થાને મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગના જોખમોથી બચાવી શકાય છે. આ રેટિંગ દર્શાવે છે કે ભારત આંતરરાષ્ટ્રીય ધોરણો માટે પ્રતિબદ્ધ છે અને નાણાકીય ગુનાઓ સામેની વૈશ્વિક લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. તે આપણા ક્ષેત્રના દેશો માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને લાગુ કરવાનું એક ઉદાહરણ સ્થાપિત કરે છે. ભારતની આ શાનદાર રેટિંગથી દેશની સરહદ પાર મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગને રોકવાના વૈશ્વિક પ્રયાસોમાં અગ્રણી ભૂમિકા ભજવવાની ક્ષમતા વધશે. નાણા મંત્રાલયે એ પણ કહ્યું કે ભારત ભવિષ્યમાં પણ પોતાના એન્ટી-મની લોન્ડરિંગ (AML) અને આતંકવાદ વિરોધી ધિરાણ (CFT) માળખાને વધુ મજબૂત કરવા અને નાણાકીય ગુનાઓ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. ભારત આ સફળતા પર આગળ વધીને બધા માટે એક સુરક્ષિત અને પારદર્શક નાણાકીય વાતાવરણ સુનિશ્ચિત કરશે.

શું છે FATF?

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF એ મની લોન્ડરિંગ, ટેરર ​​ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમની મજબૂતીને જોખમ પહોંચાડનારા અન્ય ગુનાઓને રોકવા માટે બનાવવામાં આવેલ એક આંતરસરકારી સંગઠન છે. તેની સ્થાપના 1989માં થઈ હતી. ભારત 2010માં FATFનું સભ્ય બન્યું.



Google NewsGoogle News