ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ
Abu Azmi And Aaditya Thackeray Controversy : સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કરતા શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ તેમની ધરપકડ કરવાની માંગ કરી છે. આઝમીએ વિવાદાસ્પદ નિવેદન કરી કહ્યું હતું કે, ‘ઔરંગઝેબ શ્રેષ્ઠ રાજા હતા, તેમના સમયમાં ભારત ‘સોને કી ચિડિયા’ હતું. ઔરંગઝેબની કબર ખોદવાનું કહેનારા ભાજપ નેતા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી રહ્યા છે. મુસ્લિમો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.’
આઝમીએ છાવા ફિલ્મ જોવી જોઈએ : રામ કદમ
બીજીતરફ આઝમીના નિવેદન પર ભાજપ નેતા રામ કદમે કહ્યું કે, ‘અબુ અસીમ આઝમીએ થિયેટરમાં જઈને છાવા ફિલ્મ જોવી જોઈએ. ઈતિહાસ વાંચવો જોઈએ. તેઓ જેને શ્રેષ્ઠ રાજા કહી રહ્યા છે, તેણે આપણા સંભાજી રાજાને બર્બરતા પૂર્વક માર્યા અને તેમને જેલમાં ધકેલ્યા હતા. અબુ આઝમીને શરમ આવવી જોઈએ.’
આ પણ વાંચો : જીવન ટૂંકાવવાની ધમકી બાદ 'IIT બાબા' અભય સિંહની અટકાયત, ગાંજો પણ જપ્ત
આઝમીએ અગાઉ પણ ઔરંગઝેબનું સમર્થન કર્યું હતું
અબુ આઝમીએ અગાઉ પણ ઔરંગઝેબનું સમર્થન કર્યું હતું. વર્ષ 2023માં ઔરંગઝેબ સમર્થન કરનારા આઝમીને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેમણે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, I.N.D.I.A. ગઠબંધનમાં સાથી પક્ષોમાં સમાજવાદી પાર્ટી અને શિવસેના યુબીટી પાર્ટી સામેલ છે. તેથી શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ વિવાદાસ્પદ નિવેદન કરનાર સપા નેતા આઝમીની ધરપકડની માંગ કરતા ગઠબંધનમાં તિરાડ પડી શકે છે.
છાવા ફિલ્મ બાદ ઔરંગઝેબનો મુદ્દો ઉછળ્યો
વાસ્તવમાં છાવા ફિલ્મ નિહાળનારા લોકો ઔરંગઝેબ પર સંભાજી મહારાજે કરેલા અત્ચાચારની વાતો કરી રહ્યા છે અને આ મુદ્દે ઈતિહાસના પાના પલટી રહ્યા છે. સંભાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર હતા. છાવા ફિલ્મમાં વિક્કી કૌશલે સંભાજી મહારાજનાનો રોલમાં છે. સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના બીજા શાસક હતા. ઔરંગજેબ છઠ્ઠો મુગલ શાસક હતો અને તેણે 1658થી 1707 સુધી શાસન સંભાળ્યું હતું. એવું કહેવાય છે કે, ઔરંગજેબે ક્રુરતા સાથે કડક શરિયા કાયદો લાગુ કર્યો હતો. 1707માં ઔરંગજેબનું મોત થયું હતું.
આ પણ વાંચો : ઘરે બોલાવી સંબંધ બનાવ્યા અને પછી વીડિયો...: હિમાની નરવાલ કેસમાં આરોપીનો દાવો