Get The App

સ્વતંત્રતા દિવસ પર કયા કયા IPS- DSPને મળશે પુરસ્કાર, બિહાર- યુપીના અધિકારીઓ પણ સામેલ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
સ્વતંત્રતા દિવસ પર કયા કયા IPS- DSPને મળશે પુરસ્કાર, બિહાર- યુપીના અધિકારીઓ પણ સામેલ 1 - image
Image Twitter 

Independence Day Award: સ્વતંત્રતા દિવસ પર વીરતા પુરસ્કારોની માટેના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા રાજ્યોના IPS થી DSP સુધીના નામ  સામેલ છે.  UP ના બે DSP થી લઈને બિહારના IPS ઓફિસર તેમજ હાલમાં ADG લો એન્ડ ઓર્ડરના હોદ્દા પર કાર્યરત સંજય સિંહ અને DSP રાજેશ કુમારનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત અન્ય પાંચ પોલીસકર્મીઓને પણ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તો યુપીના બે ડીએસપી વિમલ કુમાર સિંહ અને નવેન્દ્ર કુમાર માટે પણ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  આ બંને નામો એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે અતીક અહમદના પુત્ર અસદનું એનકાઉન્ટર કરાયું હતું. 

કોને કયો એવોર્ડ મળશે?

સ્વતંત્રતા દિવસના અવસર પર બિહાર પોલીસના 5 પોલીસકર્મીઓને ગ્લેન્ટ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બિહાર પોલીસના બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવાઆપવા બદલ રાષ્ટ્રપતિ મેડલ (PSM) આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 16 પોલીસકર્મીઓને મેરીટોરીયસ સર્વિસીસ (MSM) માટે મેડલ એનાયત કરવામાં આવશે. 

ગ્લેનટ્રી એવોર્ડ મેળવનારાઓમાં એક સબ ઇન્સ્પેક્ટર અને ચાર કોન્સ્ટેબલનો સમાવેશ છે. આશિષ કુમાર સિંહને મરણોત્તર ગ્લેનટ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. દુર્ગેશ કુમાર યાદવ, રોહિત કુમાર રંજન, અક્ષય કુમાર, વિજેન્દ્ર કુમારને પણ ગ્લેન્ટ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ADG લો એન્ડ ઓર્ડર સંજય સિંહ અને DSP રાજેશ કુમાર શર્માને પીએસએમ એવોર્ડ મળશે. PSM એવોર્ડ એ વિશિષ્ટ સેવા આપવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળે છે.

પુરસ્કાર માટે જાહેર કરવામાં આવેલા અધિકારીઓની યાદી

સંજય સિંહ

બિહાર

અધિક મહાનિર્દેશક

રાજેશ કુમાર શર્મા

બિહાર

નાયબ પોલીસ અધિક્ષક

આત્મારામ વાસુદેવ દેશપાંડે

દિલ્હી

આઈ.જી

શશી બાલા

દિલ્હી

મદદનીશ પોલીસ કમિશનર

સમીર સૌરભ

મધ્યપ્રદેશ

IPS

અનુજ મિલિંદ તારે

મહારાષ્ટ્ર

આઈપીએસ

સુનીત દત્ત

તેલંગાણા

આઈપીએસ

પુનીત ગેહલોત

મધ્ય પ્રદેશ

IPS કમાન્ડન્ટ

દીપક કુમાર પાંડે

ઝારખંડ

DSP

વિક્રમજીત સિંહ બરાર

પંજાબ

ડીએસપી

રાજન પરમિન્દર સિંહ

પંજાબ

ડીએસપી


Google NewsGoogle News