દેશના પહેલા સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગાન કેમ ગાવામાં આવ્યું ન હતું? જાણો રસપ્રદ ઈતિહાસ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
independence-day-2024


Independence Day 2024: 15મી ઓગસ્ટે દેશભરમાં 78મો સ્વતંત્રતા દિવસ ઊજવાઈ રહ્યો છે. આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, ત્યારબાદ દર વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે તે પછી રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. જો કે, પ્રથમ સ્વતંત્રતા દિવસથી આવું ચાલી રહ્યું નથી. એટલે કે પહેલીવાર જયારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે દેશમાં રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું ન હતું. ચાલો જાણીએ તેનું કારણ અને ઈતિહાસ.

આ પણ વાંચો: Independence Day 2024: દેશની આઝાદી માટે કેમ 15 ઓગસ્ટના દિવસની પસંદગી કરાઈ, જાણો

પહેલા સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગાન કેમ નહોતું ગવાયું?

રવીન્દ્રનાથ ટાગોરે 1911માં જ દેશનું રાષ્ટ્રગાન 'જન ગણ મન' લખ્યું હતું. પરંતુ તેને 1950માં રાષ્ટ્રગાન તરીકે તેને માન્યતા આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન, રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ 'જન ગણ મન' જ લોકપ્રિય બન્યું ન હતું, પરંતુ આ સિવાય 'વંદે માતરમ' અને 'સારે જહાં સે અચ્છા' આ બે ગીતને જ લોકપ્રિયતા મળી હતી. આ એવા ગીતો હતા જેણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન લોકોમાં નવો પ્રાણ પૂર્યો હતો, જેની અસર 1947માં આખી દુનિયાને દેખાઈ હતી.

દેશને રાષ્ટ્રગાન કેવી રીતે મળ્યું?

જ્યારે દેશને આઝાદી મળી ત્યારે આપણી પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતું, તેથી પ્રથમ સ્વતંત્રતા દિવસ દરમિયાન રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું ન હતું. તે સમયે રાષ્ટ્રગાન માટે 'જન ગણ મન' અને 'વંદે માતરમ' વચ્ચે મતદાન થયું હતું. ઘણા વિવાદો છતાં 'વંદે માતરમ'ને સૌથી વધુ મત મળ્યા હતા. જો કે, વિવિધતામાં એકતા ધરાવતા રાષ્ટ્ર માટે રાષ્ટ્રગાનની જરૂર હતી જે સમગ્ર દેશનું પ્રતીક બની શકે અને તે પણ જેના વિશે કોઈના મનમાં શંકા ન હોવી જોઈએ. આ જ કારણ હતું કે સૌથી વધુ વોટ મળવા છતાં 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાનનો દરજ્જો ન અપાયો.  

આ પણ વાંચો: ત્રિરંગાની રસપ્રદ સફર : 1905 થી 1947 દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજમાં 6 વખત ફેરફાર કરાયા હતા

આ કારણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેનું પોતાનું રાષ્ટ્રગાન નહોતું. 1950માં જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે 'જન ગણ મન'ને રાષ્ટ્રગાન તરીકે માન્યતા આપવામાં આવી હતી. જો કે, તે સમયે 'વંદે માતરમ'ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, તેના પ્રથમ બે પદોને રાષ્ટ્રગાન તરીકે માન્યતા આપવામાં આવી હતી.

દેશના પહેલા સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગાન કેમ ગાવામાં આવ્યું ન હતું? જાણો રસપ્રદ ઈતિહાસ 2 - image


Google NewsGoogle News