શિક્ષિકા અને સ્ટુડન્ટનો અભદ્ર ફોટો શૂટ વાયરલ, લોકો વરસાવી રહયા છે ફિટકાર
ઘટના બદલ સ્કૂલના પ્રધાનાચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા
કથિત રીતે આ ફોટો શૂટ પ્રવાસ દરમિયાન થયું હતું
બેંગ્લોર,૨૯ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર
સ્કૂલોમાં બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન થતું હોય છે. શિક્ષિકા અને સ્ટુડન્ટ વચ્ચેનો એક ફોટો શુટ વાયરલ થઇ રહયો છે. અશિષ્ટ ફોટો શૂટથી હાહાકાર મચી ગયો છે. જેને પણ ફોટો જોયા તે ફિટકાર વરસાવી રહયા છે. પોતાના સ્ટુડન્ટ સાથે અશ્લિલ ફોટો પડાવનાર શિક્ષિકા માટે ગુસ્સો પ્રગટ કરી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના કર્ણાટકના ચિંતામણી તાલુકાના મુરુગમલ્લાની હોવાનું માનવામાં આવે છે.
આ ગામમાં એક સરકારી હાઇસ્કૂલ છે. શિક્ષિકા ૧૦ માં ધોરણના સ્ટુડન્ટસને ભણાવે છે. રોમાન્ટિક પોઝ લીક થતા સ્ટુડન્ટસના માતા પિતાએ શિક્ષિકાના રોમાન્ટિક વર્તનની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તાલુકાના ઉચ્ચ શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે. કથિત રીતે આ ફોટો શૂટ પ્રવાસ દરમિયાન થયું હોવાનું મનાય છે. વાયરલ તસ્વીરો કોઇ વિધાર્થીએ ખેંચી હતી. પ્રવાસનું આયોજન ૨૫ ડિસેમ્બર આસપાસ થયું હતું.છેલ્લે મળતી માહિતી અનુસાર આ ઘટના બદલ સ્કૂલના પ્રધાનાચાર્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પણ એક શિક્ષિકા ભોજપુરી અંદાજમાં પતલી કમરિયા ગીત પર ડાંસ કરતી હોવાનો વીડિયોએ ઉહાપોહ મચાવ્યો હતો.